ચાલો આપણે પિઝ્ઝા ખાવા જઈએ 249 ₹ માં અનલિમિટેડ. ક્યારે આપણા બાળકોને નાસ્તો કરવાની મોટા ભાગ્યે ના નથી પડતાં. કેમકે એક ચલણ બની ગયું છે. સિટીમાં રહીએ છીએ એટલે નાસ્તો તો કરવાનો જ. પણ 249 ₹ માં પેટની ભૂખ મટી જાય છે. તેટલા રૂપિયામાં એક સારું પુસ્તક ખરીદી શકાય, અગાવની રકમમાં થોડાક વધારે રૂપિયા ઉમેરીને ચંપક, સફારી જેવી જ્ઞાન વર્ધક માસિક મેગેઝીન બંધાવી શકાય. એવું પણ નો કરવું હોય તો શહેરની જાહેર લાઈબ્રેરીમાં બાળકને લઈ જઈ શકાય. જ્યાં જવા માટે સમયનો ખર્ચ કરવાનો છે. આવુંય નો ફાવે તો ઓળખીતાનાં કારખાને, દુકાને, દવાખાને, શો રુમે, CAની ઓફિસે, વકીલ પાસે, પોલીસ સ્ટેશને, વાડીએ (અલગ અલગ ખેતી કરતા હોય ત્યાં) વગેરે લઈ જાવ જ્યાં તેને નવું શીખવા-જોવા-જાણવા મળશે. થોડાક પ્રશ્નો થશે તેનાથી જિજ્ઞાસા વૃત્તિ વધશે. તે મોટો થઈને બુદ્ધ નહીં બને. સમાજને વધારે બુદ્ધ નહીં પણ બુદ્ધિશાળી વ્યક્તિઓની જરૂર છે.