• 12 June 2022

    ફ્રેન્ડ

    ફ્રેન્ડ નું મહત્વ

    5 36

    મિત્રો,આજ ના સમયનો પ્રખ્યાત શબ્દ "કંપની" લગભગ દરેક બાળકો થી લઈને યુવાનો નો ફેવરિટ શબ્દ બની ગયો છે.તમે કહેશો કે બાળકો ને શું કંપની ની જરૂરત પડે?એને તો કશી ખબર પણ નથી પડતી હોતી.મમ્મી અને દાદા દાદી એની ફેવરિટ કંપની હોઈ છે.હા!!!બાળકો માટેની ખાસ ટીવી ચેનલમાં એ આખો દિવસ ફેવિકોલ લગાવીને જોયાં કરતા હોય છે, છતાંયે એ ઘણીવાર એકલતાનો અનુભવ કરે છે.બાળકો ને પણ ફ્રેન્ડ નું મહત્વ હોઈ છે,ઘરની કે ફ્લેટ ની જાળી માંથી નીચે રમતા એની ઉમરના.બાળકોને જોઈને એ માં ની પાસે ઝિદ પકડીને બેસી જાય છે.અમુક સમય પછી તો એ પણ ટીવી જોઇજોઈને કંટાળી જાય છે...હમણાં હું શહેરના જાણીતા ગાર્ડન રેસ્ટોરન્ટ માં ગઈ ત્યારે મે જોયુ કે ત્યાં મમ્મી પપ્પા સાથે જમવા આવેલ બાળકો એકબીજાને ઓળખતા નહતા છતાંય ખૂબ કિલકારી કરતા આનંદથી રમી રહ્યા હતા. થયું એવું કે ધીમે ધીમે જમવાનુ પૂરું થઈ જતાં અમુક બાળકો એના મમ્મી પપ્પા સાથે જતાં રહ્યા. છેલ્લે માત્ર બે બાળકો જેનો સબંધ ભાઈ બહેન નો હતો એ ત્યાં હતા પરંતુ રમવાના બદલે એ કંટાળા સાથે પોતાના ટેબલ પર જઈને બેસી ગયા.એમના મમ્મી એ સમજાવ્ય કે બધા જતાં રહ્યા તો શું થયું તમે બન્ને તો ચોને? જાવ જઈને જેટલું રમવું હોય એટલું રમી લો pizza આવ્યા બાદ ક્યાંય નહિ જવા દઈશ. નાનકડી બાળકી બન્ને હાથ દાઢી નીચે રાખીને બોલી કે "મમ્માં, મારી ફ્રેન્ડ જતી રહી એટલે મને રમવું નથી ગમતું,પ્લીઝ ફોર્સ ના કર.ભાઈ સાથે રમવામાં કંટાળો આવે છે"..બોલો માત્ર અધ્ધી કલાકની દોસ્તી અને લાઇફ ટાઈમ ના સબંધ વચ્ચે બાળકી ના માત્ર એક વાક્ય એ ફર્ક સમજવી દિધો. ખરેખર ફ્રેન્ડ ની સાથે સમય વિતાવવો એ ખાસ હોઈ છે, મને ખુદને મારી ફ્રેન્ડ આખો દિવસ ફોન નાં કરે તો નથી ગમતું.વહેલી સવારે 5:૪૦ એ વાતો ના તડકા મારતાં મારતાં વોકિગ કરવા જઈએ ત્યારે પાછા ફરતી વખતે મસ્ત ખુશનુમા વાતાવરણમાં ચા ની કીટલી એ ચા પીવાનો આનદ હોઈ કે પછી 45 ડિગ્રી અમદાવાદ ની ગરમી માં લાલ દરવાજા કે મોલમાં જઈને શોપિંગ કરવાનો આનંદ મારી ફ્રેન્ડ સાથે ગજબનો હોઈ છે.મારા પતિ કરતા પણ મારી ફ્રેન્ડ મારી એવી કંપની છે કે એની સાથે હું ખુલ્લા મને મારી અંગત જીવનની સમસ્યા હોઇ કે વાતો બધું શેર કરીને મગજ હળવું કરી નાખું છું...સારી કંપની મેળવવી એ કોઈપણ ઉમરે સારી જ વાત છે એ કંપની સ્ત્રી ની હોઈ કે પુરુષની હોવી જોઈએ.



    Rupali Dave


Your Rating
blank-star-rating
અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (15 June 2022) 5
ખુબ જ સરસ

1 0