• 05 October 2022

    ચિંતન લેખ

    માળો

    5 102

    સંસારનો માળો:

    મોહનભાઈ "આનંદ"


    એક ઈશ્વરીય સત્તા છે, એમની મોજ ઈચ્છા શક્તિ જ આ સંસારરૂપી માળાનું સર્જન કરે છે . કાળપુરુષની અંતર્ગત

    ત્રિગુણાત્મક માયામાં પંચતત્વો અને ત્રણ ગુણોના આધિપત્યમાં ચૌદલોકના બ્રહ્માંડનું સર્જન કર્યું છે,એ ઈશ્વરની ઈક્ષણવૃતિ એટલે માયામાં જગતને રચી લીલા કરવાનો સહજ સ્વભાવ છે.


    द्वा सुपर्णा सयुजा सखाया,समानं वृक्षं परिषसवजाते।

    तयोरन्य पिप्पलं स्वाद्वत्त्य-नश्वन्नन्यो अभिचाकशीति ।६।


    श्वेताश्वतर उपनिषद् अ.४/ श्लोक ६

    સદા સાથે રહેવા વાળા તથા પરસ્પર સખ્ય ભાવ રાખવાવાળા પક્ષી ( જીવ અને શિવ) એક જ વૃક્ષ

    ( શરીરમાં)નો આશ્રય લઈ રહે છે. એ બેઉંમાં એક તો એ વૃક્ષના ફ્ળ ( કર્મફળ) સ્વાદ લઈ ખાય છે. પરંતુ બીજું પક્ષી (શિવ) કેવળ જોયા કરે છે. ફ્ળનો ઉપભોગ કરતું નથી.


    ગીતામાં પણ અશ્વસ્થ વૃક્ષ ( પીપળાના વૃક્ષની વાત દ્વારા

    પરમાત્મા એ સૃષ્ટિ સર્જનની સમજણ આપી છે.ઐતરિય ઉપનિષદમાં પણ સૃષ્ટિ સ્વરૂપના ઈશ્વરીય માયિક માળાનું વર્ણન કર્યું છે.પરમાત્માની ઈચ્છાશક્તિ ઈક્ષણવૃતિ જ આ સંસારરૂપી માળાનું મૂળ રહસ્ય છે.


    વાસ્તવમાં આ શરીર રૂપી વૃક્ષમાં હ્દયની ગુફા ‌એટલે કે

    માળામાં ઈશ્વર રહેલો છે. सर्वस्व चाहं हदयं सन्निविष्टो

    હું જ સર્વના હ્દયમાં રહેલો છું. ઇન્દ્રિયોમાં મન પણ એજ

    પરમાત્મા છે.

    મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ છે. એ જીવ માટે સાધન માત્ર છે,એ જીવન રૂપી માળાને સજાવવા માટે ના અંતરંગ સાધનો છે. શરીર અને ઈન્દ્રિયો બહિર્મુખી છે

    તે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તન્માત્રાનું ભોક્તા ભાવે

    ગ્રહણ કરી બંધન પ્રાપ્ત કરે છે.


    જ્યારે ઈશ્વર નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિમાં શરીરમાં રહી કર્મનો દ્રષ્ટા ( સાક્ષી ભાવે) તટસ્થ ‌રહેછે.

    પરિણામે ભોકતૃત્વથી મુક્ત રહી આનંદમાં રહે છે. જ્યારે

    જીવ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે.


    હવે સંસારમાં જન્મ લઈ ઋણાનુબંધથી, કર્મો દ્વારા સંપાદિત સંબંધમાં જીવ પોતાની ઈચ્છા તૃષ્ણાની પૂર્તિ માટે

    જાત જાતના માળા બનાવીને સુખરૂપ સંસારિક જીવનવ્યવહાર ચલાવવા પ્રયાસ કરી , સફળતા મેળવી

    ને મનોરથો માં જીવનરુપી માળા ને શણગારી રહ્યો છે.


    ઈશ્વરની માયા પ્રબળ છે,અને ઈશ્વરની કૃપા વગર એમાંથી

    કોઈ બચી શકે નહીં. નારદજી અને ઘણા ઋષિઓની દંતકથા થી આપણે પરિચિત છીએ.એટલે ભક્તિ અને શરણાગતિ વગર માયા રુપી આવરણ (માળો) ભંગ થતો નથી. આ ગહન સત્ય છે. જે સૌ જાણે છે.


    સામાન્ય રીતે સામાજિક, આર્થિક, રાજનૈતિક, વૈશ્વિક કે

    આધ્યાત્મિક જીવનશૈલી એ બધા અલગ માળા છે. ઈશ્વર જ એ સુંદર માળામાં રહી લીલા કરી રહ્યા છે. આપણે

    એનાથી અજાણ છીએ.આપણને દિવ્યસૃષ્ટિનાં સર્જન ને

    માણી તો રહ્યા છે, પરંતુ પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે ઈન્દ્રિયો ની અનુભૂતિમાં જ, એની વાસ્તવિકતા કે અપરોક્ષ અનુભૂતિ નથી. એ અનિર્વચનીય છે.


    આમ, આ ગહનતમ ગુઢાર્થ લીલા છે,એ અનંત યુગોથી ચાલી રહી છે. સૃષ્ટિ મંડાણ અને લોકલોકાન્તર એક માળા થી વિશેષ કશું નથી. ઈશ્વર અનંત છે,એના એક પાદમાં

    બ્રહ્માંડરૂપી માળો છે. તેથી મન બુધ્ધિની પેલે પાર તો સાધકો કે તત્વચિંતન કરનાર જ પહોંચી શકે.આપણે તો

    જીવરૂપી પક્ષી, પુરૂષાર્થની પાંખ ફફડાવી આનંદમય થવું જોઈએ.












    Mohanbhai anand


Your Rating
blank-star-rating
Jayantilal Vaghela એકાંત - (19 October 2022) 5
ખુબ સરસ લેખ..💐💐💐

0 0