• 27 December 2023

    ભજન/ગરબા.

    બાગેશ્વર બાલાજી

    0 12

    બાગેશ્વર બાલાજી


    તા. ૩૧.૭.૨૩
    ઢાળ- મહા માયા ચરણે મનડું છે મારું..જેવો

    બાગેશ્વર બાલાજી મારી અરજી સ્વીકારો
    દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...બાગેશ્વર બાલાજી..

    કર્મના સંજોગે સૌને જન્મ મળે છે, ધન દોલત કે કોઈને દર્દ મળે છે,
    આવે જે શરણે તારે, સાતા મળે છે, અવગુણ અમારાં સઘળાં, આપ સુધારો.
    દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...

    ભારત ભૂમિ પર આજે, સંકટ છે ભારી, અધર્મી કરે કુકર્મો, વિચારી વિચારી
    ચલાવે છે ગંદી પંડની, અજબ દુનિયાદારી, બનીને બેઠાં છે જાણે, પંડિતો ફકીરો.
    દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...

    સંત સભાના નામે, સંગ કરે છે, માર્ગ બતાવી અવળો, તંત કરે છે
    ભ્રમમાં ભટકાવી જગને, પેટ ભરે છે, આવા ઢોંગી થી બાલાજી, અમને ઉગારો.
    દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...

    "કેદાર" કરુણા કરીને, હાથ મારો પકડો, આવ્યો છું શરણે તારે, અવિનાશી ના અકડો
    ભક્તિના રંગમાં મુજને, અહર્નિશ જકડો, તારા શરણને કાજે, બન્યો છું અધીરો.
    દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...

    ભાવાર્થ- હે બાગેશ્વર બાલા હનુમાનજી, આ દુખિયા જીવની એક અરજ છે, આપ એનું નિવારણ કરો.
    દરેક જીવને કર્મના આધારે જે તે યોનિમાં જન્મ મળે છે, કોઈને ધન તો કોઈને દર્દ મળે છે, પણ જે તારે શરણે આવે તે ભલે પાપી હોય, પણ તારા શરણમાં આવે તો તેને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ આજે ભારત વાસીઓ પર અધર્મી અને ખોટા કર્મો કરનારાઓ પોતાના સ્વાર્થ માટે લોકોને અવળા માર્ગે ચડાવવા માટેનું એક ષડ્યંત્ર ચલાવી રહ્યા છે, ધર્મના નામે મોટા મોટા કાર્યક્રમો કરીને ભોળી જનતાને ભરમાવે છે. આવા લોકો થી અમોને આપના સિવાય કોઈ બચાવી શકે તેમ લાગતું નથી. માટે આપ મને સાચું માર્ગદર્શન આપો એજ અભ્યર્થના છે.

    રચયિતા:-
    કેદારસિંહજી મે. જાડેજા "દીન"
    "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
    ૯૪૨૬૧૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com
    kedarsinhjim.blogspot.com.
    ફોટો-ગુગલના સહયોગ થી.



    કેદારસિંહજી જાડેજા


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!