• 06 April 2024

    Tirth Shah

    શ્રદ્ધાનો વિષય

    5 21

    ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હોવું તે બંને પરિબળ વચ્ચે એકદમ પાતળી ભેદરેખા છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગુણ આમ તો એકમેકના પર્યાય છે પરંતુ બંને નો ભેદ અલગ છે. આપણે સીધી રીતે ટૂંકમાં સમજવા જઈએ તો ધાર્મિક હોવું એટલે આસ્તિક હોવું. ભગવાન ઉપર આસ્થા તેમજ તેમના ઉપર શ્રદ્ધા હોવી. ધાર્મિક પરિબળના મત મુજબ પોતાના ધર્મનું આચરણ અને પાલન કરવું. ધર્મ સાથે જોડાયેલા રહેવું. ધર્મની બાબતમાં સમજ હોવી અને ધર્મ શું છે તેની વાસ્તવિકતા વિશે માહિતગાર હોવું.
    મારા અંગત મત મુજબ ધાર્મિક તો દરેક વ્યક્તિ હોય છે પણ તેમની ધર્મ પ્રત્યેની જાગરૂકતા અલગ અલગ હોય છે. માત્ર આપણા ધર્મનો ઝંડો લઈને ફરવું તેને ધાર્મિકતા નથી કહેવાતી.

    આધ્યાત્મિકતા એટલે આધ્યાત્મ તરફ પ્રયાણ. આધ્યાત્મિકતા એટલે ઈશ્વર ઉપર અપાર વિશ્વાસ હોવો તેમજ તેમની હાજરી કુદરતી રૂપે આપણી સમક્ષ છે તેવી ગાઢ માન્યતા. જ્યારે ઇશ્વર સાથે આપણી એક અલગ પ્રકારની અનુભૂતિ અનુભવાય છે તેને આધ્યાત્મ કહી શકાય. ઈશ્વરની સાંકેતિક ભાષાને સમજી શકાય તેને પણ આધ્યાત્મ કહી શકાય. સુખ અને દુખની લાગણીઓમાં ભક્તિનો રસ રચાય ત્યારે આધ્યાત્મનો અનુભવ થાય છે.
    પ્રભુના દર્શન કરવા રોજ મંદિર જવું તે ધાર્મિકતા થઈ અને તે પ્રભુને મનથી દર્શન કરીને તેનો દીવો કરવો, માળા કરવી તે આધ્યાત્મિકતા થઈ.



    Tirth Shah


Your Rating
blank-star-rating
Niky Malay - (06 April 2024) 5
વાહ ખુબ સરસ કહ્યું છે આપે સાચી વાત છે અભિનંદન

1 2