• 24 May 2024

    સાંભળવાની કળા

    સાંભળવાની કળા

    5 46

    ભારતીય શાસ્ત્રોમાં જુદી-જુદી ચોસઠ કળાઓનો ઉલ્લેખ જોવા મળે છે, પણ એક કળા એવી છે જેનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, જે આપણા રોજિંદા જીવન માટે અને દરેક વ્યક્તિએ કેળવવા જેવી- એ છે સાંભળવાની કળા.
    આ કળા કેળવવા માટે...
    •ધ્યાનપૂર્વક સાંભળવું.
    •તેનું પોતાની સમજ પ્રમાણે અર્થઘટન કરવું.
    •કોઈ પણ તથ્ય ન સમજાય તો બીજી વખત વક્તા (બોલનાર)ને પૂછી લેવું.
    •પોતાનાં કાલ્પનિક તત્વો ઉમેરવા નહીં.
    •કંઈ પણ ધારી લેવું નહીં ( ધારવાનું નિયમ ગણિતના દાખલાઓમાં વપરાય શ્રવણ કળામાં નહીં).
    •સમજાતું જાય તેમ પ્રત્યુતર આપતા રહેવું.
    •જેને સાંભળતા હોઈએ નજર તેની સામે જ રાખવી.
    વિદ્યાર્થીઓને શિક્ષકોના લેક્ચર સાંભળવા નથી ગમતા, બાળકોને માતા-પિતાનો ઠપકો કે સલાહ સાંભળવું નથી ગમતું ,જે બાબતો ખરેખર એના સારા માટે છે. એના બદલે નવા જમાનાના અર્થ વગરના ગીતો સાંભળવા ગમે છે, રસ્તા પર પસાર થતાં લોકોના કાન હવે ઇયરફોન કે હેડફોનથી ઢંકાયેલા હોય છે જેમાં માણસોનો ગણગણાટ, પંખીઓના કલરવ, પવનના સુસવાટા જેવા પ્રાકૃતિક અને દુર્લભ અવાજો પહોંચી શકતા નથી.
    જેટલું માણસોને સાંભળો તેટલું જ પ્રકૃતિને પણ સાંભળો.
    આ સિવાય એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે જેને સાંભળવું સૌથી જરૂરી બને છે-એ છે પોતાની અંતરઆત્માનો અવાજ. દુનિયાના બધા જ અવાજો કરતાં પડઘમ અને પડછંદ જેનો પડધો ક્યાં સુધી પડી શકે તેની તો માણસ કલ્પના પણ ન કરી શકે. કેટલાક લોકો મનનું સાંભળે, કેટલાક મગજનું, તો કેટલાક હૃદયનું પણ અંતરઆત્માનો અવાજ તો જૂજ લોકો સાંભળી શકે છે. તમે આ કળા કેટલી વિકસાવી વિચારી જોજો...!



    મમતા મહેશ્વરી


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (24 July 2024) 5

1 0

Roshiya Gamer - (26 May 2024) 5

1 0

TECHNICAL ROSHIYA - (26 May 2024) 5

1 0