જય શ્રી કૃષ્ણ
એક વાત અહીં રજૂ કરી રહી છું. અત્યારે ઘણાં સોશીયલ મિડીયા પર સ્ત્રીઓ ને દબાવી રાખવામાં આવે છે એ રસોડાની ગરમી માં રસોઈ બનાવી દે છે ઘર ની સાફ સફાઈ કરે છે આવા હદ વગરના content વાચવા મળે છે. એને thank you કેહવુ જોઈએ આવા અનેક ઉપદેશ આપતા સંદેશ, ભાષણ સાંભળવા મળે છે.
પણ આજ થોડી હકીકત જે દરેક જગ્યાએ છે એ જણાવવાની કોશિશ કરું છું..
કોઈપણ સ્ત્રી લગ્ન કરી સાસરે આવે છે તો શું તરત એની પર ઉપરોકત કહેવાતા જુલમ ગુજારવામાં અવતા હોય છે?
એક કિસ્સો રજૂ કરું છું.
એક સામાન્ય પરિવારના દીકરાના લગ્ન કરવામા આવ્યા હતાં. લગ્ન ના એક વર્ષની અંદર જ પુત્રવધુ એનો રંગ દેખાડવા લાગી હતી દરેક વાતમાં શરત રાખી બધાને જુકાવવાનું શરુ કર્યું હતું, આટલું એ પરિવાર સહન કર્યાં પછી પણ તે સ્ત્રી એ નવા દાવ શરૂ કરે છે. કામવાળી બાઈ રાખી છે એને રૂપિયા અપાય છે મને કેમ નહી?
સાસુ સસરા. પતિ જે કમાય એનો હિસાબ આપવો જોઈએ.
હવે મૂળ વાત પર આવીએ જૉ આ સ્ત્રી નથી કોઈ નોકરી કે વ્યવસાય કરતી. ઘરકામ માટે કામવાળી બાઈ રાખી છે, એને માત્ર રસોઈ બનાવી જમાડવાનું અને આટલું કર્યા પછી પણ એને દાગીના, કપડાં, હોટેલ માં જમવા જવાનુ જો એની આટલી કાળજી રાખવામાં આવતી હોય તો એ પરિવારના સભ્યોએ કયા ભૂલ કરી છે?
આવા કિસ્સા દર ત્રીજા ધરે જોવામાં આવે છે.
આપણે કહીએ છીએ કે વધુ ભણેલી છોકરીઓ લગ્ન જીવન નથી ટકાવતી પણ ઓછું ભણેલી અધૂરા ઘડા જેમ છલકતી અને અમુક સિરિયલો જોઈ ને પોતાને અનુપમા. પુષ્પા ઈમ્પોસિબલ કે તુલસી સમજનારી ઓનો તોટો નથી.
આપ સૌ પોતાના અભિપ્રાય જરૂર આપશો.
©️ હર્ષા દલવાડી તનુ