એક વ્યક્તિ પાસે જન્મતા ની સાથે બધાં સંબંધ હોય છે. માત્ર એક સંબંધ છોડીને અને એ છે તેનાં પ્રિયતમ નો...
પ્રિયતમ સાથે સંબંધ શું કામ જોડવામાં આવે છે? આવો સવાલ ઘણી વખત થાય છે. જો તે એક સંબંધ ન જોડાય તો શું ફેર પડે છે? તેની પાસે તો પહેલેથી જ આટલાં સંબંધો છે. તો પછી આ નવાં સંબંધ ની શું જરૂર છે?
હા, જરૂર છે એક નવાં સંબંધ ની.. કેમકે જ્યારે પણ તે આ દુનિયામાં પોતાને એકલો અનુભવાતો હશે ને ત્યારે તેની પડખે ઊભા રહેવા માટે આમાંથી ભાગ્યે જ કોઈ આવે.
આ કળિયુગ નો સમય છે અને આમાં કોણ હું ને કોણ તું ચાલે છે. આવાં સમયે પોતાનો સગો ભાઈ પણ જો હાથ ઉંચા કરી દે... તો આવાં સમયે માણસને એક સાચાં સાથી ની જરૂર પડે છે. જે દરેક સમયે તમારી સાથે અડીખમ ઉભો રહે.. તમને ઈમોશનલી સપોર્ટ કરે. આ દુનિયા સામે લડતા શીખવે અને તમારા શુભચિંતક તરીકે હંમેશાં તમારી સાથે રહે.
કેમકે આપણા માં-બાપ આખી જિંદગી આપણી સાથે ન રહી શકે અને આપણા ભાઈ બહેન અને મિત્રો પણ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય એવાં સમયે એક સાથી તરીકે તે હંમેશા આપણી સાથે રહે છે. આપણા સુખમાં સુખી અને આપણા દુઃખમાં દુઃખી થઈ ને પણ જે સાથ નિભાવી જાય તે એટલે એક સાચો જીવનસાથી...
જ્યારે કોઈ વ્યક્તિ જિંદગી થી થાકી જાય કે હારી જાય ત્યારે તેવાં સમયે એક સાચા સાથી તરીકે એ સૌથી પહેલાં તમારા સામે જોશે. તમારો સાથ જંખશે. ત્યારે બસ, તેનાં ખભ્ભે હાથ રાખીને એટલું જ કહે જો કે, "હું છું તમારી સાથે આપણે મળીને જોઈ લઈશું, આપણે મળીને લડી લઈશું." બસ, આ જ સાથ જો તેમને મળી જાય તો તે વ્યક્તિ હારીને પણ જીતી જાય છે. અને આ મેં મારી નજર સમક્ષ જોયેલું છે.
જ્યારે જિંદગી નાં મધદરિયે આવીને વહાણ હાલકડોલક થાય તે જ ક્ષણે તમને પડવા નો ડર લાગે અને તમારો સાથી આવીને બસ તમારો હાથ પકડી લે ને તો પણ તમને જીવવા ની ચાહ જાગે અને તમે તેનાં માટે પ્રયત્ન કરશો. પણ જો આ જિંદગી નાં મધદરિયે આવતાં જ તે તમારો સાથ નિભાવી ન શકે અને તમને અધવચ્ચે છોડી દે તો તમે ગમે તેટલા મજબૂત હોવ કે પોતાને જીતતો મહેસૂસ કરતો હોવ પણ તે જીતી ને પણ બધું હારી બેસે છે, ખોઈ બેસે છે.
એક પતિ તેની પત્ની પાસે થી અને એક પત્ની તેના પતિ પાસે થી એક અતુટ સાથ માંગે છે. પછી ભલે તે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય.
એક પરિવાર જેને ત્રણ દિકરા. સમય સાથે બધુ બરાબર ચાલતું હતું. પણ ધીરે ધીરે ઘરમાં કંકાસ શરૂ થયો એટલે તે બધાને જુદાં કરી દીધાં. એક ભાઈ ને ધંધામાં રોકાણ માટે પૈસા આપ્યા અને બીજા બે ને ઘર માટે. એક દિવસ ખબર પડી કે તેમાંથી એક ને માથે બહુ લેણું (કજૅ) ચડી ગયું છે. અવારનવાર ઘરે ઉઘરાણી માટે માણસો આવે, બેંક માંથી લોન વાળા આવે અને તે ભાઈ વિશે પુછે.
પણ આવા કઠીન સમય માં તેનો રાઈટ હેન્ડ ની જેમ તેની પત્ની ઉભી રહી. તે ના તો ડરી કે ના તો હારી અને ના તો તેનાં પતિ ને હારવા દીધો. તે તો બસ અડગ રહી ને લડી. બસ, આ જ એક અતુટ સાથ નાં લીધે તે અત્યારે પહેલાં કરતાં પણ કેટલાં સઘર છે.
આ પતિ પત્ની નો સંબંધ જ એવો છે કે જો બે માંથી કોઈ એકપણ જો અલગ થઈ જાય અથવા તે એકબીજા નો સાથ હંમેશા માટે છોડી દે ત્યારે જોવું કે તે માણસ અડધો ભાગી જાય છે.
જેમ ગાડી ને સમતુલિત ચાલવા માટે બે પૈડાં ની જરૂર પડે છે તેમ એક લગ્ન સંબંધ ને સમજણ ભેર ચાલવા માટે તે બંને ને એકબીજા નાં સાથ ની જરૂર પડે છે.
કદમ થી કદમ મેળવીને,
હાથોમાં હાથ થામીને,
ચાલતાં રહીએ નિરંતર,
આ જિંદગી નાં અણધારીયા પંથ પર,
મળી જાય જો કોઈ સુકુનભરી નીંદ,
તો ખુશી ખુશી આ દુનિયા ને અલવિદા કહી શકીએ.
~ કૃપાલી ચકલાસીયા