અષાઢી બીજ, લાખા ફુલાણીની વાત
રથયાત્રા જગન્નાથની
"꧁༺ ঔৣ ༻꧂" : .
મધુરાં મોર ટહુકીયા, વાદળે ઝબૂકે જોને વીજ
મારા રૂદિયાને વ્હાલો સાંભળે, જોને આવી અષાઢી બીજ. "
"દર્શન દેવા નીકળે બારો આજ જગત કેરો નાથ
હૈયા હરખે ભક્તો કેરા, રથયાત્રાને નમીએ લળી લળી પાય "
આવર, બાવર, ને બોરડી, ફોલ, કંઢા, ને કખ, હાણે તડે, હલ "હોથલ" પાંજે કચ્છડે, જતે માળુ સવા લખ...
કચ્છી નયે વરેજીયું આ મણી કે લખ લખ વધાઈયું,
અષાઢીબીજે કચ્છી નવું વર્ષ શરૂ થાય છે... જેને હાલારી સંવત પણ કહે છે.
જગન્નાથજીની રથયાત્રાની જેમ કચ્છી નવું વર્ષ કયારથી મનાવાય છે એ પણ નિશ્ચિત રીતે જાણી શકાયું નથી.
કચ્છના ઇતિહાસમાં જામ ફુલના પુત્ર જે લાખાફુલાણી તરીકે ઓળખાય છે.
લોકવાયકા મુજબ કોઇ વખતે... રંગોત્સવ દરમિયાન સાવકી માઁ ની ઇર્ષાવશ કાનભંભેરણી અને મિથ્યા કથનના કારણે રાજવી જામફુલ પોતે જ પુત્ર લાખાફુલાણીને દેશવટો આપે છે.
રાજાના આ કૃત્ય ને, રાજયની પ્રજાને મન, તો ઘણું ખોટું થયા હોવાનું લાગે છે.
લાખાફુલાણી દેશનિકાલની સજા સ્વિકારીને અણહિલવાડ પાટણમાં જાય છે. અને ત્યાં સામંતસિંહ ચાવડાને રાજકાર્ય થતી આપસી ખટપટ નિવારી સુચારૂરૂપથી રાજયવ્યવસ્થા ચાલતી કરી આપવાનું મહત્વ નું કાર્ય કરે છે.
બીજી બાજુ કચ્છમાંથી લાખાફુલાણીના દેશનિકાલ થયા બાદ કુદરતી હોનારતો થતી રહે છે અને પ્રજા પાયમાલ બને છે. પ્રજાનો એક પ્રતિનીધી લાખાફુલાણીને આ વૃતાંત પાટણ જઇને સંભાળાવે છે.
લાખાફુલાણીનો વતનપ્રેમ ચરમસીમાએ પહોંચે છે અને એ પુનઃ કચ્છ તરફ દોટ મૂકે છે...
✍ લાખાફુલાણીના આગમનનો એ દિવસ અષાઢ સુદ એકમનો હોય છે અને વતનપ્રવેશ થતાં જ બારેય મેઘ ખાંગા થાય છે. આથી બીજા દિવસે અષાઢી બીજ એ હરખની હેલી જેવું નવુ વર્ષ મનાવાય છે.
પ્રજાની, જે લાખાફુલાણીના વગરવાંકે અને મિથ્યાકથન આધારીત દેશનિકાલ નો ક્રુર અત્યાચાર થયો હતો એનાથી જ દેશની કપરી પરિસ્થિતિ આવી પડી એવી માન્યતા હતી તથા લાખાફુલાણીનું આગમન જ કચ્છ માટે કલ્યાણકારી થશે એ ભાવના, આ પ્રસંગથી સત્ય સાબિત થાય છે.
લાખાફુલાણી કચ્છની સત્તાને સંભાળે છે. લાખાફુલાણીનો અશ્વપ્રેમ, હંજપક્ષીપ્રેમ, શિવભક્તિ અને પ્રજાની સુખાકારી માટેની કૂવા બાંધવાની તત્પરતા જાણીતી છે.
કહેવાય છે કે, કચ્છ અને ગુજરાતમાં બાજરીને આહાર તરીકે મહત્વ સ્થાપનાર લાખાફુલાણી છે. આજે મૂળ કચ્છી પ્રજા બાજરી ને લાખા જો ધાન... કહે છે.
લાખાફુલાણીના સ્વદેશ પુનઃ આગમનના વર્ષથી દર વર્ષે અષાઢીબીજને કચ્છી-નવવર્ષ તરીકે ઉજવવાનો સીલસીલો ચાલુ છે. આ દિવસે નવા કચ્છી ચલણી સિક્કા બહાર પડાતાં અને રાજકીય ઉત્સવો કરતાં.
✍ ચારણી સાહિત્ય મુજબ શકસંવત 901 માં કાર્તિક સુદ આઠમના રોજ લાખાફુલાણી યુદ્ધમાં મૂળરાજ સોલંકીના હાથે આટકોટ મુકામે વીરગતીને પામે છે એટલે કે ઇ.સ. 979 માં...
જો કે બ્રિટીશ ગેઝેટીયરના મતે આ ઘટના ઇ.સ. 1340 માં થયેલ છે. લાખા ફુલાણીને દેશનિકાલ ની સજા સામંતસિંહ ચાવડાના રાજય કાળ માં થાય છે. જે સને-942 પહેલાની ઘટના હતી.
મૃત્યુનું નિમિત મૂળરાજ સોલંકી બને છે જેનો શાસનકાળ સને- 942 થી સને-997 આથી લાખાફુલાણી નો સમયકાળ 10મી સદી જ હોઇ શકે. આથી અષાઢી બીજે કચ્છી નવ વર્ષની ઉજવણી સને-925 થી પણ પહેલાંથી થતી આવતી હોય એવું અનુમાની શકાય છે.
લાખાફુલાણીના રાજયશાસન સમય દરમિયાન જ કચ્છમાં ઘણાં શિવમંદિર નિર્માણ થયેલ જેની સ્થાપત્ય શૈલી સૂર્યમંદિરો જેવી છે.
આજે પણ કચ્છમાં કેરા (એ સમયે કપીલકોટ )માં લાખાફુલાણીએ નિર્માણ કરાવેલ શિવમંદિર છે. લોકવાયકા મુજબ લાખાફુલાણી આ મંદિરમાં શિવપૂજા બાદ સુવર્ણનું દાન કરતાં હતાં.
અહિંયાથી ઉત્તરપૂર્વ માં આશરે 50 કિ.મી. ના અંતરે રૂદ્રમાતા ડેમ પાસે કોટાયનું સૂર્યમંદિર આવેલ છે. જે પણ લાખાફુલાણીના શાસનકાળમાં નિર્માણ પામેલ. લાખાફુલાણીના ભત્રીજા "પુ" એ પુએશ્વર મહાદેવનું મંદિર પણ આવી જ સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી આધારિત કરાવેલ છે.
કચ્છીબોલીમાં "અસાં" શબ્દ પોતીકુપણું-આત્મીયતા સુચક છે.
આથી વર્ષ દરમિયાન ની તમામ બીજ પૈકી અષાઢની બીજને
"અસાંજી બીજ " કહે છે...
मींयडा वस तु मोज से , वतन असांजे कच्छ
न्याल करी डे कच्छ के, अषाढी बीज जो अच
भांभरे त्युं गोयुं मैयुं , वछेरा ने वच्छ
मोरला प मलार करींता, मुंध ते वेला अच
वार न लगाइजा, वहेलो अची वस
वाला तोजी वाट नेरे तो, पांजो कच्छ.
પ્રાચીન સમય માં વહાણવટાથી દરીયાપાર વ્યાપાર કરતાં કચ્છી માંડુઓ; અષાઢની બીજ પહેલા કચ્છમાં પરત આવતાં , રંગે ચંગે નવ વર્ષની ઊજવણી કરે પુનઃ ધંધાર્થે નારીયેળી એટલે કે શ્રાવણની પુનમ પછી ધંધાર્થે વતનની બહાર જતાં.
કચ્છી-બગલા ના નામે ઓળખાતું માલવાહક પાણીમાં ચાલતું વહાણની લંબાઈ આશરે ૭૪ ફૂટ, પહોળાઈ ૨૫ ફૂટ અને ફાલકાની ઊંડાઈ સાડા અગીયાર ફૂટ હતી, બગલા કચ્છના અખાતમાંથી બહાર પડતાં , એમાં બબ્બે તોપો રાખતી અને છતેડી પાછલી ગોળાઈમાં પહોળી હોતી.
આનાથી નાનુ અને ત્રીજા ભાગના ખલાસીથી સંચાલીત કરી શકાય એવું ધાઉ કે કોટિઆ નામે પાણીમાં ચાલતું વહાણ બે કૂવા-સ્તંભવાળું હોતું જેના સઢ ઘણા ઘાટિલા તથા તીખા હોતાં (એરોડાયનેમીક) જેથી પરમાણ લાંબાં રાખવા પડે છે,
સઢના ગોસ નાના હોય છે. વહાણનો મોરો ઘણો ઢળતો હોય છે આકારમાં પોપટની ચાંચ જેવો અને સુંદર નકશીથી કલાકૃત કરેલ રહેતો આ વહાણનો ઉપયોગ માલવહન સહિત મુસાફરી માટે થતો.
કચ્છી બનાવટના વહાણોની ખાસીયત એ હતી કે સામા પવનની ચાલમાં દુનિયાના અન્ય જહાજોની સાપેક્ષે વધારે તેજ ચાલતાં..
કચ્છી લોકો માટે માડુ શબ્દ વપરાય છે. માડુ નો એક અર્થ હરણ જેવા પ્રાણી the Indian blackbuck (Antilope cervicapra) કાળીયાર ના અણીદાર શિંગડાના મોટાં પહોળા છેડાના ભાગને અરસ પરસ જોડીને બંન્ને દિશા માં ચલાવી શકાય એવું હથીયાર એટલે આ શબ્દ..
કુદરતી રીતે મળતાં પદાર્થોમાંથી ગમે તેવી પરિસ્થિતિનો સફળતા પૂર્વક સામનો કરીને સિદ્ધિ મેળવવા રૂપ પ્રયત્ન કરનાર માટે પણ વપરાય છે અને જે કચ્છની મૂળ પ્રજાએ યથાર્થ કરેલ છે. આથી એમને "માડુ" કહે છે..
આપડી સંસ્કૃતિ નૅ આપડા ઉત્સવો અનૅરા છૅ સહુ સાથૅ મલી ઉજવણી કરીયૅ છીએ..
જય હો જગન્નાથની