શીર્ષક : લાગે છે ✨
તા -19-9-2024
~~~~~~~~~~~~~~~~~
તારી આંખોને સમજતાં મને ક્યાં વાર લાગે છે?
વિચાર તારો મારો એક ઉધાર લાગે છે.
તારી આંખો એ છોડ્યા શમણાંના બાણ લાગે છે.
આવીને દીધા દસ્તક મુજદ્વાર લાગે છે.
વિચારોના વમણમાં ડૂબ્યાનો તાર લાગે છે.
અરે ! એનો જ તો પાંપણોને ભાર લાગે છે!!
સચ્ચાઈનાં સાગરમાં થાય પુરવાર લાગે છે.
ડૂબીને તરેલા તરવૈયાનો જીવનસાર લાગે છે.
ગુંથીને આપેલા શમણાનો એ તો હાર લાગે છે.
જોને ! આંખો પર એનો જ અધિકાર લાગે છે.
આજે રંગીન થયો સારો સંસાર લાગે છે.
થયો શમણાંનો સંસાર સાકાર લાગે છે.
તારી મારી આંખોનો એ તો કરાર લાગે છે.
થાય સમર્પિત "પ્રાર્થી"પારાવાર લાગે છે.
પ્રજ્ઞા પટેલ "પ્રાર્થી "
~~~~~~~~~~~~~~~~