• 07 December 2024

    સ્વાભિમાન

    સ્વાભિમાન

    5 37


    જીવનમાં અનેક પ્રકારની સંપત્તિ, કીમતી વસ્તુઓ આવશે અને જશે, માણસ એ સંપત્તિને સંગ્રહી રાખવા અને સાચવવા મથતો રહે છે, તેમ છતાં અંતે તો તે નશ્વર જ છે, પરંતુ એક મૂડી એવી છે જેને આજીવન સાચવી શકાય - એ છે સ્વાભિમાન. વળી, અભિમાન અને સ્વાભિમાન વચ્ચે પાતળી ભેદરેખા રહેલ છે જે સમજવું જરુરી છે.

    સ્વાભિમાન શબ્દનાં જન્મદાતા વીર નર્મદ છે. નેવે મુકેલી શરમની વધી ઘટી આબરૂનું રહ્યુ સહ્યુ માન એટલે સ્વાભિમાન. પોતાનાં જ માનનું એડવાન્સ બુકિંગ એટલે સ્વાભિમાન.

    જો સ્વાભિમાન દરેક સાંસારિક તથ્યોથી ઉપર રાખવામાં આવે તો જ પોતાનાં વ્યકિતત્વની ગરિમા જળવાય. પોતાની સંપત્તિ જાળવવી, રૂપ કે શરીર જાળવવું એ કરતાં અનેકગણું જરૂરી છે પોતાનાં વ્યકિતત્વની ગરિમા જાળવવી. જે જગ્યાએ આપણી ઉપસ્થિતિ કે અનુપસ્થિતિની નોંધ ન લેવાતી હોય તે જગ્યાએ ફરી ક્યારેય પગ ન મૂકવો. સ્વાભિમાન એ વ્યક્તિગત હોય કે વ્યવહારિક દરેક સંબંધમાં સમતુલન જાળવી રાખતી પરિપાટી છે.

    ટુ ધ પોઈન્ટ:

    અભિમાન એટલું ઓછું રાખવું કે
    કોઇ વિનંતી કરતાં અચકાય નહીં,
    સ્વાભિમાન એટલું વધારે રાખવું કે
    કોઇ હુકમ કરવાની હિંમત કરે નહીં.

    - મમતા મહેશ્વરી



    મમતા મહેશ્વરી 'ધાનિ'


Your Rating
blank-star-rating
krishna krishna - (25 December 2024) 5
👌🎄

1 1

Roshiya Vaishali - (07 December 2024) 5
👌👌

1 2