• 29 January 2025

    CDS ની કલમે

    મહાકુંભમાં સરકારી રોકાણ

    5 17



    ???? મહાકુંભમાં સરકારી રોકાણ. ????


    *મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે ઘણાં લોકોને કુંભ માટે સરકાર જે ખર્ચ કરી રહી છે. એ ગમતું નથી... આવા લોકો જાતજાતના તર્ક કરીને લોકોને ગુમરાહ કરતા હોય છે...*


    - *હકીકતમાં મહાકુંભની વ્યવસ્થા માટે રાજ્ય સરકાર છૂટા હાથે ખર્ચ કરીને એક રીતે ટુંકાગાળા માટે 'ઇન્વેસ્ટમેન્ટ' કરે છે. એમ કહેવામાં કોઈ વાંધો ના હોવો જોઈએ... ઉત્તરપ્રદેશની સરકાર "મકરસંક્રાતિ થી મહાશિવરાત્રીના" દરમ્યાન 45 દિવસ માટે યોજાનારા મહાકુંભ માટે લગભગ 12000 કરોડ નો ખર્ચ કરવાની છે...!!*


    *એની સામે સરકારને ફક્ત 45 દિવસમાં લગભગ અઢી લાખ કરોડનું રિટર્ન મળતું હોય તો આને "સનાતન ના મહાકુંભમાં સરકારી ઇન્વેસ્ટમેન્ટ" કહી શકાય?? આટલું ઝડપી રિટર્ન શેરમાર્કેટની કોઈ પણ યોજનામાં સંભવ નથી...*


    - *હકીકતમાં સનાતન સાથે સંકળાયેલી આસ્થા દેશના અર્થતંત્રને દોડતું રાખે છે... આમપણ આપણો દેશ તહેવારોનો દેશ છે. એના કારણે દેશના અર્થ તંત્રમાં આસ્થાનો લગભગ 20% ફાળો છે... બાકી જેણે જે બોલવું હોય એ બોલ્યા કરે...*


    *દેશમાં મંદિરો અને હિન્દુઓના ધાર્મિક કાર્યક્રમો માટે થતા ખર્ચની સુફિયાણી સલાહ આપનારે આ વાત સમજવી પડશે...*


    - *તિરુપતિ બાલાજી, મુંબઈના સિદ્ધિવિનાયક, અંબાજી, અને વૈષ્ણોદેવી જેવા પ્રસિદ્ધ મંદિરો અને શક્તિપીઠોનો વહીવટ સ્થાનિક સરકારો દ્વારા ચાલે છે. એના દ્વારા અનેક સમાજિક કામ, શિક્ષણ કેન્દ્રો, અને હોસ્પિટલોનું સંચાલન થાય છે...*


    *વર્ષો સુધી ઉત્તરપ્રદેશમાં જનારા ટૂરિસ્ટો માંથી લગભગ 4.5 કરોડની આસપાસ લોકો 'તાજમહેલ' જોવા જરૂરથી જતા, હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે...!!*


    - *રામલાલા'ના મંદિરમાં આગમની સાથે છેલા એક વર્ષમાં 18 કરોડ કરતાં વધારે શ્રધ્ધાળુઓ "અયોધ્યામાં દર્શન" કરી આવ્યા... જેના કારણે આયોધ્યા'જ નહી ઉત્તર પ્રદેશની અર્થ વ્યવસ્થામાં મોટો ફાળો આપી રહી છે.*


    *ધારો કે એક વ્યક્તિ પોતાના ઘર'થી લઈને રામ મંદિર આવે અને પાછો જાય એ દરમ્યાન લગભગ 5000/- કરે તો વિચાર કરો દેશની અર્થવ્યવથામાં રામમંદિરનો કેટલો ફાળો કહેવાય??*


    - *આ'તો ફક્ત રામમંદિરની વાત થઈ !! આપણાં મંદિરોની આવક એટલી છે , કે જેનાથી અનેક દેશની અર્થ વ્યવસ્થા કરતા વધારે થાય. આજ તો છે, આપણાં સનાતન ધર્મની આસ્થા!!*


    *મહાકુંભ મેળામાં આવતા રોજના કરોડો લોકોની વ્યવસ્થા કઈ રીતે મેનેજ કરવામાં આવે છે. એ જોવા માટે દુનિયાભરની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને મેનેજમેન્ટ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો, પ્રયાગરાજના પ્રબંધનની વ્યવસ્થા જોવા આવી રહ્યા છે...*


    - *મહાકુંભની વ્યવસ્થા માટે અઢીસો થી વધારે IAS અને IPS અધિકારીઓ કામે લાગ્યા છે. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિરિક્ષક જાતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. દસ હજાર હેકટરમાં ફેલાયેલા મહાકુંભના ક્ષેત્રને પચીસ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પિસ્તાલીસ દિવસના મેળામાં આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યા ' 52 દેશની લોક સંખ્યા કરતાં વધારે છે...*


    *ટુંકમાં રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એનાથી દેશની અર્થ વ્યવસ્થા અથવા લોકોના પૈસાનું આંધણ નથી થતું...પણ સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એનું અનેક ગણું રિટર્ન દેશની અર્થ વ્યવસ્થાને મળશે.. "આવું રિટર્નતો ફક્ત સનાતન ધર્મમાં માનનારા લોકોની આસ્થાને કારણે શક્ય બને!!..."*


    C. D. Solanki ( CDS )

    Mumbai Dt.29/01/2025

    *Ghatkopar Mumbai*

    ????????????????????????????????????



    C.D. Solanki (CDS)


Your Rating
blank-star-rating
Niky Malay - (30 January 2025) 5
ખૂબ સરસ

0 0