જીવનમાં કોઈપણ વસ્તુ હોય કે પછી વ્યક્તિ એકવાર તેનું આગમન થાય તો તેનું વિસર્જન પણ નિશ્ચિત જ હોય છે.
આ આગમન અને વિસર્જનની વચ્ચેના સમયમાં આપણે આપણા આ અમૂલ્ય જીવન હોય કે વસ્તુ હોય આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરીએ જેથી આપણો અને બીજાનો લાભ થાય.
હમેશાં જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે ન હોય ત્યારે આપણે તેને મેળવવા માટે ખૂબ મહેનત અને સમય આપીએ છીએ. એક સમયે જ્યારે વ્યક્તિ આપણી બાજુમાં હોય હર પણ સાથે હોય તો પણ આપણે તેનું ધ્યાન કે વ્યવસ્થિત સંબંધોને નિભાવવામાં આપણે ભૂલ કરીએ છીએ. જયારે તે વ્યક્તિ જતું રહે છે ત્યારે આપણે એજ વ્યક્તિ ગુમાવી દઈને અફસોસ વ્યક્ત કરતાં હોઇએ છીએ.
આજનો દિવસ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશનો વિસર્જનનો દિવસ કહેવાય છે. જે સર્જક છે તેનું જ આપણે વિસર્જન કરીએ એતો વાત ખોટી પડે. ગણેશજી સ્વયં આપણને દર વર્ષે આપણી અંદર જાણીએ અજાણ્યે જે કોઈ વિકાર કે ખરાબ વિચારો આવી જતાં હોય છે. તેથી આપણે સૌ 10 દિવસ સુધી પૂજા, આરતી, આરાધના અને સેવા થકી તે વિકારો નાશ પામે અને તે વિકારોનું આપણે વિસર્જન કરીએ તેવી વિઘ્નહર્તા ને પ્રાર્થના કરીએ.
કહેવાય છે ને કે જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે તો આજ ક્ષણે જીવનને જીવંત બનાવો અને દરેક દિવસ ઉત્સવ બનાવી જીવનને ભરપૂર જીવો.
"ગણપતિ બાપા મોરિયા"
"મંગલ મૂર્તિ મોરિયા"