સંઘર્ષ મય જીવન મા પોતાના સપના ને જોવા અને એ સપના સુધી પહોંસવું અને સપના સાકાર કરવા માટે ખુબ જ દ્રઢ મનોબળ જોયે છે..
બેન તે કરી શરૂઆત હવે તો તૂફાનથી ટકરાવાની વાત છે,
આવશે મુશીબત તો ડગમગવું નહીં, દ્રઢ બનવાની વાત છે.
દરિયો હંમેશા ચૂપ રહે છે., પણ તેમને ઉંડાણ મોટા હોય છે.
બેન જો તે કરી શરૂઆત તો હવે તો ઊંડાં સુધી તરવાની વાત છે.
હકીકત પરિવાર મા હર્ષની લાગણી ઓ સે છે,
સપનાને ના નકાર,
બેન જો તે કરી શરૂઆત તો મનને ફરીથી ઉચકવાની વાત છે.....
એક દિવસ હવા પણ પૂછસે ક્યારે વળાંક આવે જીવન માઁ
અને જો બેન તે કરી શરૂઆત તો હવે એવાં જ રસ્તે તો પગ મૂકવાની વાત છે.
હારની ધૂણમાં પણ આશા તાજી હોય,
જીવનમાં અંધારાં હરાવવાની વાત છે.
દિશું બેન જ્યાં દુનિયા પાછી જાય,
આ દીકરીને એકલું ત્યાં ઊભું રહેવું,
દિશા બેન તે કરી શરૂઆત તો દ્રઢ મનોબળથી આગળ વધવાની વાત છે......
......................... પઢિયાર કલ્પેશસિંહ