90દેહ વ્યાપાર કરતી સ્ત્રીને કોઈ શોખ નથી  હોતો એ કાર્ય કરવાનો...  દરેક સ્ત્રીની અલગ અલગ વાર્તા હોય છે જી તમે ગંગુબાઈ ફિલ્મ જોઈ હોય તો તમને સરળતાથી આ શબ્દ સમજી જશે...
દરેક સ્ત્રી કોઈને કોઈ મજબૂરીથી કાર્ય કરતી હોય છે અને એ કાર્ય એને પરિસ્થિતિ કરાવે છે અને એ કાર્ય દરમિયાન એની ઓળખાણ એ ખુદ ભૂલી જાય છે...
એણે પુરુષોની હૈવાનિયતની ખબર છે કે કોઈપણ પુરુષ આ કાર્ય માટે ગમે એટલા પૈસા આપી શકે છે તો આ એકજ રસ્તો બચ્યો છે કે હું મારી પરિસ્થિતિ સુધારી શકું મારા બાળકોને સુખી જીવન જીવાડી શકું અને ભણાવી શકું... જેથી આગળ જતા એ ક્યારેય કોઈના ઈશારાઓ પર નાચે નહિ...
દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ માટે જે શબ્દો વપરાય છે એ શબ્દો તો ખરેખર હેવાનિયત કન્ટ્રોલ ન થતી હોય એ પુરુષો માટે વપરાવા જોઇએ...
ચોરી અને દેહવ્યાપારમાં જજો ફર્ક નથી બન્ને ઘર ચલાવવા પરિસ્થિતિને આધીન આ કાર્ય કરે છે...
પણ અમુક લોકોએ બન્નેને અલગ નજરિયાથી જોઈ અને ખરાબ કરવી દીધા...
અમુક દેહવ્યાપાર કરતી સ્ત્રીઓને તો મારા સેલ્યુટ છે કે તેઓ એ પુરુષોને જાહેર મીડિયામાં બોલાવે છે મે તમે અમારી પાસે આવો અને તમારી હૈવાનીયત કાઢો એક રૂપિયો ન આપતા..... પણ માસૂમ બાળકીઓ અને દીકરીઓને રહેવા દો....
આ ઘટનાની તમે કલ્પના કરો તો પણ તમારી આંખ ભરાઈ આવે... હવે તમે જ નક્કી કરો કોણ સારું કોણ ખરાબ...
અમુકવાર તો મને સમજાતું નથી કે અહીંની પ્રજાના કેવા કેવા નિયમો છે...જાહેરમાં માં બહેન પર ગાળો બોલવી અને ઝઘડવું અને કોઈને જાનથી મારી નાખવા જેવા કર્યો ખુલ્લેઆમ થઈ શકે છે પણ તમે કોઈને ખુલ્લામાં ભેટી શકો નહિ...