• 28 July 2025

    લેખ

    લૉન જો લિફરો

    0 3

    જુમ્મો પછાડ઼ જો નિંધર મા ઉથી ચાલી મે ખટ તેં ચડી઼ ચાય જી ચુસ્કીયું મારેં વિઠે,તૅસીં ડૅલી વિટાં પુલીસ જી ગાડી લંગઇ,પુઠીયાં એમ્બુલસ રૂવાંઉ-રૂવાંઉ કંધી વિઇ પે.

    જુમ્મું વિચારણ લગો઼! અજ઼ ભલા હી ગાડીયું મુંજે ફરીયે મેં?

    કુર ગા઼લ આય?

    હી ચાય જી સાંસર જલે મનમેં વીચારેં પે તેંસી....કમું ધોડ઼ધો આયો....કાકા...કાકા....હાંફધે-હાંફધે ચેં,

    અજ઼ તાં અનર્થ થિઇ વ્યો અનરથ!

    કમેં ગા઼લ પુરી ન કેં તેસીં જુમ્મેં પુછી છડેં કૉ કુર થ્યો?

    કૅડો઼ અનર્થ થિઇ વ્યો?

    હી ગાડીયું કેડાં વિય્યું તે?

    સુવાલ તેં સુવાલ કરે છડેં.

    ડામુ કાકા નાંય....

    હા હા સે કુર થ્યો ડામે કે? જપાટે ચૉ કમાં કુર ગા઼લ આય?

    કમેં ચેં!

    કીં નાય થ્યો ડામે કાકા કે...જુમ્મેં ગા઼લ કપીંધે પુછેં....ત..?

    કમેં જવાભ ડીંધે ચેં! ડામે કાકા જો પુતર સિવો નાંય...સે ફાંસી ખાઈ ગિ઼ડે઼ આય.

    અરે અલ્લાહ! પેટ મેં ધરોંકી પિઇ...ઇન્કે વરી કુર થ્યો? હૅડો઼ પગ઼ કુલાય ભરેં? જુમ્મેં સુવાલ તેં સુવાલ કેં! ચાય સાંસર મેં ઈં જ પિઇ‌ રિઈ હાણે ઢુખ જૅર થૈ વિયો,નેડી઼ હૅઠ ઢોખ ન થિયો!સાંસર પટતેં રખી ફટાફટ ઉભો થૈ ડામેં જે ઘર ડીયાં જુમ્મો હલણ લગો઼.

    ડામેં જે ઘરેં અધ ફરીયો,પુલીસ વારા ઢિગ઼ જૅડા઼ ઉભા અંઇ.ઘર મેં રંભો રાડ઼ લગી઼ પૈ આય,પુલીસવારા તપાસ કયોં પે,ડામું છનૉડ઼ જી થંભલી જલે ઉભો આય.જુમ્મુ હરેં-હરેં ડામેં વિટ વિની઼ કુલે તેં હથ રખેં,ડામું પુઠીયા વરી નૅરેં!

    જુમ્મે કે ડિઠેં બખ વિજી ચૉટીર્યો ,અખીયેં માં ડુખ જે ધરીયા જી પાર ટોટી,લુડ઼કેં જી નય જોસ મા વઇ નિકરઇ પણ મોં મેં અખર ચીગમ જી ચૉટીર્યા....મુશ્કિલ સેં બ અખર નિકર્યા.......જુમ્મા....તેડ઼ેં જી સંગર ટુટી પૈ..!

    જુમ્મેં કે કીં ખબર ન પૈ ક પુછા કરીયાં ક કુર થ્યો?કીં થ્યો? ક કુલા કેં?..ક ડામેં કે આબર ડીયાં..!

    ધિલાસો ડીયાં ત કીં ડીયાં,જુવાણ પુતર જી ઑચધી મૉત સેં હિકડો઼ પૅ કિતરેં હંધા ટુટે તો ઈ ઉનકે જ ખબર વે જુકો હિન હાલત માં ગુજરે તો...

    તેસીં જમાધાર બૉડી ઉતારે એમ્બુલન્સ મેં ચડા઼ય નેં ડામેં વિટ આયો. ચિઠૃી વતારીધે ચેં, આતમ હત્યા કેં આય.

    પે જા ત હથ ન હલ્યા પણ જુમ્મેં ચિઠૃી ગિ઼ની વાંચેં....

    'મું તેં લેણું ગ઼ચ વધી વ્યો ઇતરે ખારો ઠોખ ભરીયાં તો, મુકે મડે઼ માફ કૈજા'

    ઇનતેેં લેણું કુરેજો? ડામેં રૂંધે-રૂંધે ચેં....

    જુમ્મા..! ઘર જો હાલો ચાલો મું વિટ આય.વાવરેલા ખપે ત મુ વિટા ગ઼િણેં તે....પોય કિડા લેણેં મે ગચ્યો?

    લેણેં જી ગા઼લ સુણી ઓટેતા સિવે જી ઘરવરી વિમળા પાર ખણધે ચેં...ફોન વરા ઇનીં કે તપાય પટ કિયોંતે.

    જમાધાર ચેં ભલે આંઉ તપાસ કરીયાં તો,આંઈ આંજી જભાની લિખાય ડયો...

    ખબર પિઇ ક સિવે કે મોબાઈલ તેં રાંધ જો ચસ્કો લગો઼ વો,ડામું ત પૈસા ડે ન ત ઑનલાઈન ઍપ મિંજાનું લોન ખયેં.મોંઘા વ્યાજ઼ ને ટૅમ ટરે ત પૅનલ્ટીયું, ઇન નું ભચેલા બૈ લૉન ખયેં ને બૈ કે ભરેલા ત્રૈ!

    તીં ગૅમ જે ચકકર મે લૉનેં જે ચક્રવ્યુહ મે ફસધો વ્યો.

    લૉન ડિને વારા પૅલો ઓફરૂં ડિનોં પો કડક ઉગ઼રાણી કયોં.ઘરેં અચે જિયું ધમકીયું ડિનોં,ઘર લીલામ કરાઈનીં,જમીન ગિરવી રખેજયું ધમકીયું ડિનોં તે...હિકડા઼ લૉન વારા ત હધ કયોં...સિવે જે ફોટે કે ઉગાડો઼ એડીટીંગ કરે સિવે કે હલાયોં. ને ચ્યોં હપ્તો હલાય નકાં હિન ફોટે કે તૉજે કોન્ટેક જે મિણી નેમરેં તે હલાય ડીંધાસીં.

    સિવે લા કરે અગી઼યાં વાય ને પુઠીયાં ખાઈ જૅડો઼ તાલ વો.

    અધા કે ચૈ નતે સગ઼્યો ને ચોરઈ જી ખસલત ન વૈ. ને હિન આફત નું નિકરેલા કો વાટ નતે સુજઇ..

    ખાસે ઘર જો છોરો પણ રવાડે઼ ચડી઼ વ્યો.પિંઢજી ઇજજત ને પૅ જી છાંપ,હાણે કુર કરણું મગજ શુન્ય થૈ વ્યો.

    સિવો હી પીડા઼ ન કેંકે ચૈ સગ઼્યો ન ભધનામી જો ધરા સૈ સગ઼્યો.અંધરી-અંધર મેં ગુટજી ગુટજી જીવ તાં હથ ખયેં.

    ધોસ્તો! અજ઼-કાલ ઑનલાઈન ગૅમું ને આધાર તેં લૉનેં વારા પાંજી યુવા પેઢી કે ભરભાધ કરે છડયોં અયોં.તે મેં ખાસ કરે મિડલ કલાસ ફૅમિલી જા છોકરા અને બાયું ઇનજા વડા સિકાર થીયેંતા.ઉછી આવક ને વડા સોંણા,મથા બિઇ ડેખાડેખી જી ભીમારી જે ચકકર મે કૈ જુવાણ કુવાટેં ચડી઼ કમૉતેં ભેટ ચડે઼ંતા.

    એડા઼ કિસ્સા પ કૈ નજર મે આયા અંઈ ક કૈ બાઈયું પણ ગ્રુપેંવારીયેં લૉનેં જે ચકકર મે પિંઢજી ઈજજત કે લીલામ કરીયેંત્યું.અજ હર સમાજ કે હિન દુસણ જો રસ્તો કઢણું ખપે.સમાજ જે જુવાણીયેં કે સંઈ વાટ મિલે ને બાઈએં કે સચી સમજ ડૈ હિન ભીમારી કનાં ભચાયણું ખપે.

    નકાં રોજ હિકડો઼ સિવો ફાંસી ખણધો, કૈ ક ડામેં જા તેડા઼ જુરધા ને કૈ ક ઘરેં જી આબરૂ જા સૉધા મજબૂરી જે નાં તે થીંધા રોંધા.



    Umar Gulfam


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!