હું આવીશ....
શબ્દો મારા, લાગણી અનુભવો આપના 🫶
તું સાથ આપવાનો વાયદો તો કર, છેક સુધી સાથ આપવા
હું આવીશ.
તું આ જમાનાની જેમ બદલાતી નહિ, ભૂતકાળ થી ભવિષ્ય સુધી સાથ આપવા
હું આવીશ..
તું સપના તો જો, તારા બધા સપના પુરા કરવા
હું આવીશ.
તું મારા બોલ્યા પેલા મારા શ્વાસને સમજી લે, મારા છેલ્લા શ્વાસ સુધી પણ સાથે
હું આવીશ..
તું રડવાની તૈયારી તો કર, તારા હસવા સુધીની સફરમાં
હું આવીશ
તું આ તહેવારના જમાનામાં એ ભીડ માં પણ મને ઓળખ નવરાત્રીના તાલ સાથે ગરબા રમવા
હું આવીશ.
તું મારા જીવનનો રસ્તો તો બની જો, તારો હમસફર બની
હું આવીશ.
તું રિસાઈ તો જો, સોરી ના સરનામા લઈને મનાવવા
હું આવીશ.
તું થોડી હિંમત તો કરી જો, અંતિમ સફર સુધીની આ મહેફિલ માં સથવારો બની
હું આવીશ.