5 જિંદગી માં એક દોસ્ત એવો હોવો જોઈએ..
જિંદગી માં કયારેય બીક ન લાગે..
જિંદગી માં એ દોસ્ત સાથે ક્યારેય છલકપટ ન કરીએ
જિંદગી માં એ દોસ્ત આગળ આપણી આત્મા
ખુલ્લી મૂકી શકાય ..
જિંદગી માં એ દોસ્ત આગળ સુખ હોય કે દુઃખ
બંને નિશ ફિકર બોલી શકવા જોઈએ ..
જિંદગી માં એ દોસ્ત આગળ આપણે દિલ મૂકીને
રડી શકવા જોઈએ ...
જિંદગી માં એ દોસ્ત એવો હોવો જોઈએ કે આપણાં થી ભૂલ થાય તો ખૂબ પ્રેમ અને લાગણી થી વિશ્વાસ ભરીને
આપણ ને આપણી ભૂલ સમજાવી શકે..
જિંદગી માં એ દોસ્ત એવો હોવો જોઈએ કે આપણાં
માટે દુનિયા કાંઈ પણ કહે પણ વિશ્વાસ દોસ્તી
ઉપર જ રાખે ..
જિંદગી માં દોસ્ત એ આપણા ને સવૅશ્રેષઠ
બનાવવા માટે હોવો જોઈએ ...
જિંદગી માં આપણાં અવગુણો કે ખોટાં વખાણો ન કરતો હોય પણ આપણ ને સારું શીખવા માટે
હંમેશા પ્રેરણા આપતો રહે.
જિંદગી માં દોસ્તી માં એવી નિઃસ્વાર્થ લાગણી હોવી જોઈએ કે આખી દુનિયા માં એ એક દોસ્ત ને મલીએ
એટલે આપણે રીચાર્જ થઈ જઈએ..
જિંદગી માં એ દોસ્ત આગળ કોઈ પણ પ્રકારની વાત
કરવાથી કે પૂછવાથી સંકોચ ન થાય ..
જિંદગી માં એ દોસ્ત આપણી ડિકશેનેરી હોવો જોઈએ .
જિંદગી માં એ દોસ્ત આગળ આપણું સારું અને ખરાબ બંને પાસાં હોય પણ આપણ ને એવું સૂકૂન લાગે કે ઈજ્જત ખરાબ નહિ જ કરે ગમે તેવું મન દુઃખ
લાગે કે ઝઘડો થાય તોય ...
જિંદગી માં એકબીજાને ને મનાવી જ લઈશું એવો
અતૂટ હક એકબીજા સાથે જોડાયેલો રહે
જિંદગી માં આવો એક દોસ્ત હોવો અનિવાર્ય છે ..
જિંદગી માં નિઃસ્વાર્થ લાગણી એટલે દોસ્તી ...