14
તમે જોજો કોઈ સ્ત્રી પ્રેગનેન્ટ હોય તો એ સૌ પ્રથમ એના બાળકને કંઈ રીતે સાચવવું એ બાબતોને વધારે ધ્યાનમાં લેશે અને એની ઈચ્છાઓની બલી આપશે, એને નવ મહિના દરમિયાન ઘણું બધું ખાવાની ઈચ્છા થતી હોય પણ એ નથી ખાતી.. જે બાળકને નુકશાન કરે એની તરફ એ જોતી પણ નથી.
સૌથી મનપસંદ કાર્ય એટલે કે શણગારને ત્યાગે છે. તમે જોજો એક સ્ત્રીએ કોઈ બાળકને જનમ આપ્યો હોય તો એ ઘણાં દિવસ સુધી શણગાર નથી સજતી કારણ કે એનું ધ્યાન પૂરતું એના બાળકમાં જ હોય છે...
ત્યારે જ એ એક દીકરી અને પત્નીમાંથી 'માતા' નું સ્વરૂપ ધારણ કરી અને એનું આખું જીવન એના બાળકને સોંપી દે છે.. બાળક માટે ઊંઘ ત્યાગી અને  રાત્રે જાગે છે.
આ સમયમાં  બાળકની જવાબદારી બન્નેની હોય છે.
જો પુરુષ સમજતો હોય તો એ પણ સ્ત્રીની મદદે રાત્રે જાગશે... એને સમજતો નહિ હોય તો એની ઊંઘ ન બગડે એ માટે સ્ત્રી બાળક જલદી રડતું ચૂપ થાય એવું કંઇક કરશે એક તો બાળક રડે નહિ અને એનો પતિ જાગશે તો ખીજાશે આ બે ડર સાથે રોજ એને રાત કાઢવાની હોય છે..
છેને ક્યારેય નોટિસ ન કરાયેલી બાબત...
આ માત્ર એક સ્ત્રીને જ ખબર હોય... જે એ ક્યારેય જતાવતી નથી...
એને એવું તો ઘણું બધું છે જે એ ક્યારેય જતાવતી નથી અને આપણે નોટિસ પણ નથી કરતા...
એને ઘરની સફાઈ દરમિયાન કેટલાય ખૂણા વાગે છે...
કેટલીય વાર રોટલી શેકતા આંગળી દાઝે છે...
ડુંગળી સમારતાં ઘણીવાર છરીથી પડેલાં ચીરા વાસણ ઘસતી વખતે બળે છે... એને ઘણું બધું...
છે તો સાવ નાની બાબતો પણ વિતે એ જ જાણે...
પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીનો આખો સ્વભાવ બદલાય જાય છે એની અંદરનું બાળપણ સાવ જ ગાયબ થઈ અને એક સમજણથી ભરપૂર ખૂબ જ વિદ્વાન સ્ત્રીની જેમ વર્તવા માંડે છે. .
ઘણાં દાનવો આ પરિસ્થિતિ દરમિયાન સ્ત્રીઓને માર મારે છે.... એવા દાનવોની તો બહુ ખરાબ હાલત થવી જોઇએ .
એક તો સ્ત્રીને આ પરિસ્થિતિમાં નાખનારો એજ વ્યક્તિ છે અને એજ પાછો આ સ્ત્રી પર ગુસ્સો ઉતરે છે..
અમુક પ્રેમીઓમાં તો પુરુષની બેદરકારી પણ સ્ત્રીને ભોગવવી પડતી હોય છે...
એનું એકમાત્ર કારણ એજ છે કે પાત્ર ખોટું પસંદ થઈ ગયું.. અને બીજી ભૂલ એ કે હજુ તમે એની સાથે રહેવા તૈયાર છો....
ના એ ભૂલ ક્યારેય ન કરતાં...
એજ સમય છે તમારા બાળકને કંઇજ ખબર નથી કે એનો બાપ કોણ છે....
જો એ મોટું થશે એને એને ખબર પડશે કે એના પિતા કોણ છે... તો તમારા માટે અને એ બાળક માટે અઘરું થશે એ દાનવથી અલગ થવું....
ઘણી એવી સ્ત્રીઓ હાલ મરી મરી અને જીવી રહી છે અને એ બાળકો પણ જેને એવા દાનવો ત્યાગી અને ખૂલેઆમ ફરે છે....
- અમી નાગરાજ