7જિંદગી માં દિશાહીન નથી બનવાનું..🌹
જિંદગી માં તમારાં કુંવારા પણાને દિશાહીન નથી
બનાવવાનું 🌹
જિંદગી માં તમારી સફળતા તમારાં ચરણ ચૂમે છે ...🌹
જિંદગી માં એક નિઃશબ્દ લાગણી નાં
વહેણ માં નથી વહેવાનું...🌹
જિંદગી માં તમારે દિશાહીન નથી બનવાનું..🌹
જિંદગી માં તમારી સફળતા સવૅવયાપી બની ચૂકી છે .🌹
જિંદગી તમારી એક જીદ થી જીવન બરબાદી નાં પંથે
ચડે એવું શકય ન જ બનવા દેવાય...🌹
જિંદગી માં આજે કસમ છે તમને કે કોઈ એક પાછળ
ન્યૌચ્છાવર થઈને દિશાહીન નથી બનવાનું...🌹
"જિંદગી માં આજે કોઈ ની લાગણી ને કે સાચવણ ને
પ્રેમ નું નામ આપીને બદનામ ન કરાય "...🌹
જિંદગી માં આજે કહેવું સરળ હોય છે કે બઘું જ બરાબર સાચવી શકીશ પણ જ્યારે એ
લાગણી કે એક તરફી પ્રેમ
તમને દિશા ભટકાવવા માટે હોય છે ...🌹
" જિંદગી માં આજે તમારી નાદાની કોઈ નું લગ્ન
જીવન ખેદાન મેદાન કરી મૂકશે ."..🌹
જિંદગી માં આજે તમારાં કુંવારા પણાને દિશાહીન બનાવવા કરતાં જે સફળતા પ્રાપ્ત કરી છે એને હજું
વઘુ બુલંદ કરતાં જ રહો એવી પ્રાથૅના છે ..🌹
જિંદગી માં તમે ગમે તેવાં હોશિયાર હોવ પણ જ્યારે એક જ વ્યક્તિ મગજ માં ફરે તો વિનાશ પોતે જ
નોતરશો..🌹
જિંદગી માં આજે એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમારાં કુંવારા પણા નાં તેજ ને સાચવવું અનિવાર્ય છે ..
કેમ કે દિશાહિન બનવુ સરળ હોઈ શકે પણ દિશા મળી છે તો એજ સફળતા સાચવવી ખૂબ જ જરૂરી છે ..🌹
જિંદગી માં કદાચ લાગણી દુભાવાઈ હશે પણ એ લાગણી ને દુભાવવા ની ઈરછા ક્યારેય ન હતી તમારું જુનૂન અને તમારી નાદાની ને સાચવવા માટે સજ્જતા
અને કઠોર વચન આપવા પડ્યા હતા ....🌹
જિંદગી માં તમારું તેજ એવું છે કે આંખો સામે ફરે અને આજે જો એ તેજમય અસ્તિત્ત્વ દિશાહીન બની જાય
એ તો એક પાપ થયું ગણાય છે ...🌹
"જિંદગી માં તું આગ નો દરિયો છે ..અને એને ઠંડક આપવા માટે પોતે દિશાહીન બનવું એ ન્યાય નથી પોતાનાં જ હાથે પોતાનાં જીવન ની ચમક ને
અંઘકાર માં ફેરવવા બરબાદી થશે" ....🌹
જિંદગી માં જ્યારે કોઈ વ્યક્તિ રુહ માં ઉતરી જાય એટલે તમે દિશાહીન બની જાવ છો, એટલે એવો સમય આવે એ પહેલા જ સીમા સિમિત કરી દેવી જોઈએ..🌹
જિંદગી માં દિશાહીન અવસ્થામાં તમે જીવતાં હશો પણ અંદરથી મૃત થઈ જશો ...અને પછી કોઈ પણ તાકાત તમને તમારી દિશા કે માગૅદશૅન નહીં આપી શકે ...🌹
જિંદગી માં ક્ષણિક ખુશી કદાચ બહુ જ આકર્ષક લાગે છે ..પણ જ્યારે એ ક્ષણિક ખુશી તમારી અંદર ની આત્મા ને તોડી નાંખે છે ત્યારે એવું લાગે છે કે ક્યાંક એ સમયે મને
રોક્યો હોત તો મારી જિંદગી આજે સારી હોત...🌹
જિંદગી માં ખોટાં વિચારો ન કરવા અને તમારી જિંદગી માં સવૅશ્રેષઠ બની રહે એ મારી પરમ ઈરછા છે .. હું તમારી હાર નાં જોઈ શકું ... કેમ કે હું કદાચ મૌન બની શકું પણ દિશાહીન બનાવીને હારતાં ન જોઈ શકાય..🌹
જિંદગી સાથે રમત ન કરી શકું ...🌹
જિંદગી માં આશા કરું છું સમજી શકશો...🙏🌹
જિંદગી માં સારપ રાખવી અને નિભાવવા માટે મહેનત
કરવી પડે છે અને કોઈ ને દુઃખ ન લાગે એવી રીતે
સાચવવી અઘરી પરીક્ષા છે ...🌹
આ કોઈ ને સંભળાવવા કે દુઃખ પહોંચાડવા માટે
નથી લખ્યું ....🌹
આ મારી સમજ લખી છે ...🌹
એ....જ....લી...
વૃશાલી...જે...શેઠ...(વૃત્તિ)