• 22 February 2025

    બાળપણ

    તમારું અને મારું બાળપણ અને કોમળ યાદો

    0 7

    સારું થયું જીવી લીધું એ અમે બાળપણ,
    જ્યાં નહોતા ઇન્ટનેટ કે નહતા મોબાઈલ,
    હતા તો બસ એ દોસ્ત જેમની સાથે સવાર પડે ને ખેતર ફરી આવતા..
    મસ્ત એ પતંગિયા પાછળ અમે ભાગતા..
    ભમરડા ની ભરરર, સાતેલી ના પથ્થર અમને બઉ ગમતા..
    પતંગ અમારી ઉડે નહીં ને તો પણ દોડી ને ચગાવતા..

    હાં યાદ છે તમને પેલા માચીસ ના પત્તા એ પત્તામાં રહેલા પાત્રો ને આપડે આપડા જીવન સાથે જોડાયેલા કરી નાખ્યાં હતાં અને હાં આમ જીત્યા પછી અત્યારે કમાયેલા સાચા નાણા કરતા પણ વધારે અમૂલ્ય લાગે છે , હાં આજે એ પત્તા કયાંય કચરા માં કે કયાંય ચૂલા માં જોવા મળશે કેમ કે આ મોબાઇલ એ યાદો છીનવી લીધી છે આજે એક ઘડી એ સમય ને યાદ કરીએ તો એજ પત્તા એજ મિત્રો અને એજ ગલી ખૂચો યાદ આવશે , પછી એ ભમરડો યાદ છે ? હાં મને તો યાદ છે હું મારા ભમરડા ને કલર પર કરતો અને નીચે અણીદાર ધાર પર કાઢતો પણ આજે એ ધાર એ જીવન ધાર કાપી નાખી છે બાળપણ જેટલું યાદ કરીએ એટલું ઓછું છે આમ રસપ્રદ તો એ છે કે જ્યારે સવાર પડે અને ઉપાડી જઈએ બેટ દડો લઈને અને મસ્ત મેલા કપડાં સાથે પરત ફરિયે અને હાથ ધોયા વગર અને શ્વાસ લીધા વગર જે માટલા નું પાણી પીએ ખરેખર આમ મહિના ની તરસ હોય એમ .



    Pro.Hitesh Bonvadiya


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!