રાધા ની વેદના તો સૌએ જાણી,
પણ કૃષ્ણની વેદના તો સૌથી અજાણી…
રાધા એ તો કહી દીધી કૃષ્ણ વિરહની કહાની,
પણ કાનુડાની વેદના તો એની વાંસળીમાં જ સમાણી…
કાનુડા એ તો પ્રેમની વાતો આખા જાગને જણાવી,
પણ એના વિરહની વેદના તો એની વાંસળીમાં જ સમાણી…
આમ તો રાધા વિના કૃષ્ણની જિંદગી છે સાવ અંધારી,
પણ નસીબના લીધે જ થઈ રુકમણી કાનાના દિલની રાણી…
અને એટલે જ તો પછી એને ક્યારેય મોરલી ના વગાણી,
કારણ કે જ્યારે જ્યારે વગાડે ત્યારે યાદ આવે રાધા રાણી….
ને જેલમાં જન્મ્યો અને ગોકુળમાં ની ગાથા ગવાણી
, અને “વિવેકની કલમે” કાનુડાની કવિતા લખાણી…