8 માર્ચ - વિશ્વ સ્ત્રી દિવસ. સ્ત્રીઓના સન્માનમાં કંઈ કેટલુંય કવિઓ લેખકો દ્વારા લખાશે, લોકો વાચશે અને પ્રેરણામય બની જશે. પણ ૯મી માર્ચના દીને આજ પ્રેરણાનું દફન થઈ જાય છે, દરેક જણમાં. હા...આ બધું હકીકત છે. બસ લેખકની કલમોમાં હકીકતને અન્યજન સ્વીકારવા નથી માંગતા.
સ્ત્રીના સંઘર્ષ વરસોથી ચાલી આવ્યા છે. કેટલીય સ્ત્રીઓએ સંઘર્ષમાં પોતાના છેલ્લી શ્વાસ સુધી પોતાનું નામ આપીને ગઈ છે. તેમ છતાં પણ વર્ષમાં માત્ર એક દિવસે તેના સન્માન માટે બોલાય છે. સ્ત્રી સંઘર્ષ કરીને આપણને પ્રેમ આપતી હોય, દરરોજ સવાર સાંજ તમામ પારિવારિક સભ્યોનું પેટ ભરે, કોઈ પણ મુશ્કેલીમાં તરત નિર્ણય કરે અને તેમ છતાં આ સ્ત્રીનું સન્માન માત્ર એક દિવસ! આ યોગ્ય છે ખરું? ખરા અર્થમાં સ્ત્રી સન્માન ક્યારેય નથી માગતી, તેને થોડો તમે ઓછીનો પ્રેમ આપશો તો પણ તે તેને બમણો કરીને ચૂકવતી હોય છે. આ એક સ્ત્રીની સરળ વ્યાખ્યા છે.
એવુ નથી કે પુરુષો જીવનમાં સંઘર્ષ નથી કરતા. પણ પુરુષના જેમ જ સ્ત્રીનો સંઘર્ષ પણ પ્રસનીય છે. પુરુષ કોઈપણ પરિસ્થિતિમાં પ્રથમ તેના મગજથી વિચારીને નિષ્કર્ષ કરતો હોય છે, જ્યારે એક સ્ત્રી પરિસ્થિતિ અનુસાર હદય અને મગજ બનેથી વિચાર કરી શકતી હોય છે. હા કેટલાક પુરુષોને પણ હદયથી વિચાર કરવાની આવડત હોય છે, પણ તે વાત ફરી ક્યારેક કરીશું. સ્ત્રી જ્યારે હદય થી વિચારે છે ત્યારે ઘર વસી જતું હોય છે, જ્યારે આજ સ્ત્રી મગજ થી વિચારે છે ત્યારે પુરા દેશભરના હદયમાં તે વસી જતી હોય છે.
પરીઓની વાર્તા સૌને ગમે છે. જેમાં પરીનું જીવન સંઘર્ષમય હોય અને આખરે પરી દરેક મુશ્કેલીને પાર કરીને પ્રિન્સેસ બની જતી હોય છે. પણ આપણે આપણી આસપાસની પરીને ક્યારેક પ્રિન્સેસ બનતા જોઈ છે ખરી. ને હા જોઈ જ હોય તો એ પરીનું ગૌરવ આપણે જાળવવાનું છે. એવું નથી કે હું સ્ત્રી છું એટલે સ્ત્રી માટે બોલું છું. જોયું છે મે પણ મારી માતાને સંઘર્ષોથી જુજતા તેમજ તેમની ઈચ્છાઓનું બલિદાન થતા.
સમાજમાં શેષ સ્ત્રીઓ એવી પણ છે જે પોતાને મળતા હકોનું તદન દુરુપયોગ કરે છે, આવી સ્ત્રીઓ થકી પણ સમાજમાં સ્ત્રીનું ગૌરવ નીચું થયું છે. ખરો નારી દિવસ એ નથી કે જ્યાં એક દિવસનું આયોજન કરી સ્ત્રી વિષયક સારા કથનોનું ઉચ્ચાર થતું હોય તેમજ સ્ત્રીને માત્ર એક દિવસ માટે મહાન બતાવી સન્માન થતું હોય. ખરા નારી દિવસની ઉજવણી ત્યારે જ થાય જ્યારે આપણે આપણા ઘરની સ્ત્રીઓના સંઘર્ષને સમજીને સ્વીકારીશું, આ કથન માત્ર કોઈ પુરુષને લાગુ નથી પડતું પણ દરેક ઘરની સાસુ-વહુ, ભાભી-નનન દરેક ને માટે આ લાગુ પડે છે. આપણા આસપાસની સ્ત્રીઓ આપણી જ જવાબદારી છે. ખરો નારી સન્માન ત્યારે થશે.
✍️ ધીનલ એસ. ગાંવિત