વિરહ ની વેદના અહીં કોને સમજાણી,
એક સમજે મીરા અને એક રાધા રાણી,
ગોપીઓ હવે કોની સાથે રાસ રમવા જવાની
કાનુડા ના વિરહમાં તો એ પણ દુઃખી થવાની,
રાધાજી હવે કોની પાસે જઈને રીસાવાની
હવે પ્રેમથી વાગતી વાંસળી નથી સંભળાવવાની,
મીરા હવે ભજન કરીને પામવાની, રાણો એને ઝેર મોકલે ને તો પણ એ પી જવાની,
વિરહ તણી વેદના અહી કોને સમજાણી? વિવેક પર પણ વીતી અને "અફીણની કલમે" કવિતા લખાણી....
- વિવેક આહીર. "અફીણ"