ચાની ટપરી
આજ કામ થોડું વહેલું પતી ગયું હતું એટલે ઘરે જવા માટે વહેલો નીકળી ગયો ઘરે જતો હતો ત્યાં રસ્તા પર એક ચા ની ટપરી જોય ને ગાડી ને પાર્ક કરી ને ચા પીવા નું મન થયું .
ચા ની ટપરી એ જઈ ચા ઓર્ડર કરી ચા આવી ને હજુ તો ચા ની એક ચુસ્કી ભરી ત્યાં દૂર થી એક ૫ - ૬ લોકો નું ટોળું કલબલાટ કરતુ આ તરફ આવી રહ્યું હતું
થોડી વાર મા જ એ લોકો મારી સામે આવી ને ગોઠવાય ગયા એ લોકો ને હું ઓળખતો નહતો પણ એ લોકો ના આવા થી આજુ બાજુ નું વાતાવરણ જે બન્યું હતું એ મને જાણીતું લાગતું કે પછી એમ કહું પોતાનું લાગતું હતું
એમના ટેબલે ચા આપી ત્યાં જ એમાં થી કોઈ એના બીજા મિત્ર ને કીધું આજ ચા તારા તરફ થી અને એ વાત પર ચર્ચા થવા લાગી બિલ કોણ આપશે અને એમાં થી એક સેલ્ફી પ્રેમી આગળ આવી ગ્રુપ સેલ્ફી લેવા લાગ્યો.
આ કલબલાટ આ ટોળું જોય ને મને એમાં મારુ કોલેજ ગ્રુપ દેખાવા લાગ્યું જાણે એ લોકો નય હું મારા મિત્રો સાથે અમારા કોલેજ ની સામે ની ચા ની ટપરી પર બેઠો છુ થોડા સમય મા જાણે હું મારા સૌથી ખાસ અને યાદગાર દિવસો ની મુલાકાત કરી લીધી
ખરેખર આજ ઘણા સમય પછી મેં ફક્ત ચા પીધી નથી માણી છે..
અને છેલ્લે બે પંક્તિ મન મા આવી ગઈ .
મહેફિલો ભરાતી જયારે મિત્રો સાથે હતા
કાંઈ કેટલી એ રાતો વિતાવતા
મિત્રો ના રાજ માં ખરેખર જિંદગી જનત લાગતી હતી ...