ઉનાળા ની ભરબપોરે હું એક શેરી માંથી પસાર થતી હતી.ત્યાં મને એક અવાજ સંભળાયો સાંભળો છો ૨ ઘડી મારી પાસે રોકાવ ને. મેં ચારે તરફ નજર કરી મને કોઈ દેખાયું નઈ હું ફરી એક ડગલું આગળ વધી ત્યાં ફરી મને કોઈ નો નિસાસો સંભળાયો મેં ચારે તરફ નજર કરી પૂછ્યું કોણ છે હું તમને જોય નથી શકતી.ત્યાં એ અવાજ એ જવાબ આપ્યો હું શેરી ૨ ઘડી તમારી જોડે વાતો કરવા માંગુ છુ. મને થોડું અચરજ લાગ્યું હું હા કહી ને એક ઝાડ નીચે બેઠી.
શેરી એ વાત ની શરૂઆત કરતા કહ્યું આજ થી લગભગ ૩૦ વરસ પેલા અહીં મોટું મેદાન હતું ધીરે ધીરે અહીં લોકો નો વસવાટ શરૂ થયો અને મારી આજુ બાજુ લોકો ના ઘર બન્યા અને મારો જન્મ થયો.
લોકો એ મારુ નામ માધવ પોડ શેરી નંબર ૫ રાખ્યું , હું મારા નામકરણ થી ખુબ ખુશ હતી આજુ બાજુ ના લોકો ના ઘર મારા નામ થી ઓળખતા એ હું એ વાત નો ગર્વ અનુભવતી હતી.લોકો નો વસવાટ જેમ વધવા લાગ્યો એમ અહીં લોકો ની અવરજવર વધવા લાગી.ક્યારેક લોકો ૨ ઘડી રોકાય ને અલક મલક ની વાતો કરી લેતા અને એક બીજા ને પોતાના સુખદુઃખ કહેતા મને એ લોકો ની વાતો સાંભળી ને મજા આવતી એમની લાગણીયો ને અનુભવતી આમ ને આમ દિવસો પસાર થતા હતા બધું સારુ ચાલતું હતું.ધીરે ધીરે આજુ બાજુ ના લોકો સવાર મા ચાલવા નીકળતા,બપોરે કોઈ કોઈ રાહદારી અહીં વિસામો લઇ લેતા અને સાંજ ની તો વાત જ કંઈક અલગ હતી નિખાલશ બાળકો નું ટોળું અહીં કિલકારીયો કરતું હસતું રમતું એ સમય મારા માટે આખા દિવસ મા સૌથી સારો સમય હતો.
ચહલ પહલ ની આ જિંદગી થી હું ખુબ ખુશ હતી મને મારુ જીવન સાર્થક લાગતું એક દી અચાનક કોરોના જેવી બીમારી ચારે બાજુ ફેલાવાથી બધું બંધ થઈ ગયું. લોકો મહિનાઓ સુધી ઘર મા જ ભરાય રહ્યા. મને થયું જાણે કોઈએ મારુ હૃદય છીનવી લીધું અને મને આમ મૂકી દીધી ચોતરફ સુનકાર.ક્યારેક કોક માણસ દેખાય પણ એ રોકાય નઈ.લોકો નું હળવા મળવા નું બંધ થઈ ગયું અને મારુ જીવન પણ નિરાશ થઈ ગયું હતું.
મેં લોકો પાસે સાંભળ્યું છે કે ખરાબ સમય પણ એક દી તો પસાર થઈ જાય છે અને એમ જ એક દી કોરોના નું બંધ પણ પૂરું થયું મને થયું હાશ હવે લોકો મારી પાસે આવશે અને પેલા ની જેમ રોકાશે પણ હું ફરી ખોટી સાબિત થઈ મારી આશા નિરાશા મા બદલી ગઈ હજુ પણ લોકો મા કોરાના નો ડર હતો બસ કામ થી કામ રાખવા લાગ્યા અને શેરી મા રમવા તો માં બાપ બાળકો ને મોકલતા જ નઈ . કોઈ તોફાની બારકસ જીદ કરી ને બાર આવ્યો હોય તો એને પણ ખીજાય ને લઇ જાય.
આ ખરાબ દિવસો પણ ગયા લોકો ની ચહલ પહલ ફરી શરુ થઈ પણ ...
મારા હૃદય સામ બાળકો એ લોકો તો જાણે મને ભૂલી જ ગયા કેટલા દિવસો વીતી ગયા પણ બાળકો શાળા એ આવે જાય અને કામ હોય તો એ પતાવી ને ઘર મા જતા રે મને થયું મમ્મી પાપા ની બીક થી એવું કરતા હશે પણ એક દિવસ ૨ બહેનો ને મેં વાતો કરતા સાંભળી આ છોકરાઓ તો આખો દી મોબાઈલ મા બસ ગેમ રમ્યા કરે છે એમની દુનિયા તો મોબાઈલ મા જ મળી ગઈ છે જાણે.
અને શેરી એ ફરી નિસાસો નાખતા કહ્યું બસ હવે હું જીવી રહી છુ મારા ધબકાર સમા બાળકો વગર આ મોબાઈલ એ એમને બાર રમતા ભુલાવી દીધું છે બસ આશા છે કે મને મારા ધબકાર ફરી મળશે.
તમારો ખુબ ખુબ આભાર તમે મને સાંભળી મારુ મન હળવું થયું.
હું ઉભી થાય અને ફરી મારી મંજિલ તરફ ચાલતી થઈ.
આ તો માત્ર એક કાલ્પનિક રચના છે પણ મોબાઈલ એ ખરેખર બાળકો ને એમના મા સાચવી લીધા છે.એક સમય મર્યાદા થી વધુ બાળકો એમાં રહે છે અને બાર ની દુનિયા ની મજા માનવાનું રમતો રમવાનું ઓછું થતું જાય છે મોબાઈલ કામ નું સાધન છે પણ જો સાચી રીતે વપરાશ કરો તો બાકી અતિ ની ગતિ નથી હોતી.