આ દિવસ નો તો હું પાછલા પંદર દિવસ થી રાહ જોવ છું , હા આજ તો એને મારા મન મા એના માટે ની જે લાગણીયો છે એ કહેવી જ છે. બરોબર આજ થી એક વરસ પહેલા , હા મને આજેય પણ એકદમ ચોક્કસ યાદ છે એ દિવસ જયારે મે એને જોય હતી. નહતું વિચાર્યું કે આજ નો દિવસ એટલે કે ૧૪ ફેબ મને એક વરસ પછી આમ કોઈ છોકરી સામે મારા મન ની લાગણીયો કેહવા મારા મન ને ઉતાવળું કરશે .
અમારી કોલેજ માં આખું અઠવાડિયું ૧૪ ફેબ નો કાર્યક્રમ ચાલુ હતો આજે છેલ્લો દિવસ હતો એટલે કે ૧૪ ફેબ એટલે આજ બધા ટ્રેડિશનલ કપડાં માં હતા .
હું મારા મિત્રો સાથે અમારી મસ્તી મા હતો પણ અચાનક મારી આંખ પલક જપકવાનું ચુકી ગઈ અને મારુ મન તો જાણે ત્યાં જ થંભી ગયું અને મારી આંખો તો જાણે એની એ ઝલક ને મારા મન મા કેદ કરી રહી હતી.
આટલી બધી છોકરીયો વચ્ચે મારી નજર ફરી ફરી ને ફક્ત એના પર જ રોકાતી હતી એ એના ગ્રુપ જોડે વ્યસ્ત હતી પણ એના ચેહરા પર નું એ સ્મિત મને કેમેય કરીને એના પર થી નજર હટાવા નહોતું દેતું.
એને પહેરેલી એ લાલ સાડી તો જાણે એને સુંદરતા ની હરીફાઈ મા પેલા નંબર પર લાવા માટે નું કારણ બની રહી હતી એની સાદગી એ જ મને એનો બનાવી લીધો હતો.
બસ આજ એ દિવસ હતો અને એ પછી ક્યારેય કોઈ દિવસ મારી આંખો એ કોઈ બીજા પાત્ર ની હાજરી ની આટલી ખાસ નોંધ લીધી જ નહતી.
એ પછી મેં એને કેટલી વાર કોલેજ મા જોય એની હાજરી ને મારી આસપાસ મહેસુસ કરી છે.
એને જોય ને મારા ચેહરા પર જે રોનક આવી જતી એ મારા મિત્રો થી છુપી નથી રહી.
એને જોયા પછી મારુ મન મારા હાથ મા નહતું એને મળવું હતું એની જોડે વાત કરવી હતી એને મારા મન ની લાગણીયો થી પરિચિત કરવી હતી પણ મારી પાસે કોઈ કારણ નહતું એને મળવાનું પણ કહેવાય છે ને જયારે દાનત હોય ત્યારે રસ્તા આપો આપ થઈ જાય છે અને મારા માટે એ રસ્તો બનાયો અમારી કોલેજો મા થનાર એક કાર્યક્રમ.
આ આખા વરસ માં ક્યારેય એની જોડે વાત ના થાય પણ આ આંખો એક પણ દિવસ ચુકી નથી એની એક ઝલક મેળવામાં.
અમારી વાતો , મુલાકાતો માટે એક જ જગ્યા હતી હાલતો જ્યાં એની જોડે મન ભરી ને વાતો કરતો , મારો પ્રેમ વરસાવતો મારી લાગણીયો મા એને ભીંજવતો જ્યાં એ ફક્ત મારી હતી અને એ હતી મારી સપનાની દુનિયા 😄 જે હજુ હકીકત મા પરિવર્તીત નહતી થાય અને હવે સમય હતો આ સપના ને હકીકત બનવાનો આજે હું એને મળી ને મારી લાગણીયો કહેવાનો હતો .
આજ વિચાર એ મને આખી રાત સુવાના દીધો એને કેમ કહીશ ? શું કહીશ ? એ સામે શું જવાબ આપશે ? મારી લાગણીયો સમજશે ? અને જો સમજશે તો સ્વીકારશે ?રહી રહી ને એક જ વિચાર કે એ શું કેશે એક વાર તો થયું એને ના કહેવું જ સારું રહેશે .
પણ દિલ હે કી માનતા નહીં 😄😄😄.
હવે નક્કી જ કરી લીધું જે ભી થાય પણ એને એક વાર મળી ને મારી લાગણીયો ને શબ્દો તો આપી ને જ રહીશ અને બસ આમ જ મારી સવાર પડી ને હું કોલેજ પહોંચ્યો .
કોલેજ મા જ્યાં એને પહેલીવાર જોય હતી બસ એ જગ્યા એ ઉભો રહી ગયો એ જગ્યા ને મારી લાગણીઓની એક માત્ર સાક્ષી બનાવા .
અને મારી રાહ નો મારી ચાહ ના આવાથી અંત થયો એ સામે થી એના ગ્રુપ જોડે આવી રહી હતી મેં એને રોકી એ નાના સ્મીત સાથે મારી સામે આવી ઉભી રહી.
અને હું , હું તો જાણે બધું જ ભૂલી ગયો અને ફક્ત એને જોય રહ્યો .પણ જગ્યા અને સમય નું ભાન થતા મેં એને કહ્યું મારે વાત કરવી છે ફક્ત ૫ મિનિટ એને બસ હકાર મા માથું હલાવી સહમતી આપી. હવે હું ગુંચવાયો ક્યાં થી શરૂઆત કરું શબ્દો ને હું મન મા જ ગોઠવા લાગ્યો અને આખરે મેં એક ઊંડો શ્વાસ લીધો અને જે ભી હોઠો પર આવ્યું એને કહેવા લાગ્યો આજ મારી લાગણીયો ને શબ્દો નો સાથ મળી રહ્યો હતો અને આંખો મારા શબ્દો સાથે એના ચેહરા પર ના બદલતા હાવભાવ જોયા રાખતી હતી .
અને છેલ્લે મેં આઈ લવ યુ કહી ને મારી વાત પુરી કરી અને એ સાથે જ મારા ફોન નું અલાર્મ વાગ્યું અને મારુ આ સુંદર સપનું પૂરું થઈ ગયું જે ૧૩ ફેબ ની રાતે એના વિચારો મા જોયું હતું 😄😄😍😍