પંખીઓ કલરવ કરે છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
કુકડો નાદ કરે છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
પ્રભાતિયા સંભળાય છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
ઘમ્મર વલોણાં ગાજે છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
ધરતી માતા જાગે છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
નિસર્ગ અંગ મરોડે છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
મંદિરે ઘંટરાવ સંભલાય છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
છોડવે ફુલો ખીલ્યાં છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
વનરાજી વનિતા ખીલ્યાં છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
પનિહારી પનઘટ જાય છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
ખેડુત હળ જોડ્યાં છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
છોકરાં નિશાળે દોડે છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો,
દીપ હૈયાં હરખ હિલોળ્યાં છે,
સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો..
ડૉ દિનેશચંદ્ર (દીપ)