• 16 February 2026

    અમથે અમથા વિચાર

    અમથે અમથા વિચાર – ૩

    0 0

    ક્યારેક આપણે જીવનમાં થોડો સમય માટે સ્થિર થઈ જઈએ છીએ.
    ના કોઈથી ફરિયાદ, ના કોઈ અણગમો — કંઈ જ નહીં.
    બસ, જે ચાલે છે તે જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ.

    આસપાસના લોકો જેમ મજા આવે તેમ કરે, આપણે માત્ર જોઈ રહીએ.
    ના એમની ભૂલ પર સલાહ આપવાની,
    ના એમને કોઈ ફરિયાદ કરવાની.

    અપણે પોતાની જાતને લોકો વચ્ચે રહીને પણ ચુપચાપ અલગ કરી દઈએ છીએ.
    બધાને જે ગમે તે જેટલું ગમે એટલું કરવા દઈએ છીએ.

    પોતાની જાતને કોઈ પાસે સાબિત કરવાની ચિંતા નથી,
    ના કોઈને ખુશ રાખવાના કે પામવાના પ્રયત્નો કરીએ છીએ.

    આપણી અંદર ફક્ત એક જ વિચાર આવે છે — પોતાની જાતને કેવી રીતે ખુશ રાખવી? પોતાની જાત માટે કેવી રીતે જીવવું?
    બીજાના લોકોની આશા-નિરાશા કે એમના ગમા-અણગમા પર પોતાની ખુશી કેમ આધારિત રાખવી?

    જ્યારે આપણે આ પ્રયત્નોમાં લાગી જઈએ છીએ, ત્યારે આપણે પોતાની જાતને વધુ સ્થિર અને શાંત અનુભવીએ છીએ.



    Surbhi Katar


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!