• 21 February 2026

    અમથે અમથા વિચાર

    અમથે અમથા વિચાર – ૪

    5 18

    રોજ દરેક સોશિયલ મીડિયામાં એક ને એક સ્ટેટસ કે ફોરવર્ડ મેસેજ મૂકનાર વ્યક્તિને આપણે ઘણીવાર ગણકારતા નથી.
    આપણે એ વ્યક્તિની નોંધ નથી લેતા, જે હંમેશા સામેથી પ્રયત્ન કરે છે —
    આપણી સાથે જોડાવાનો અથવા તો પોતાની પાસે જે છે તે આપણાથી વહેંચે છે.

    પણ આપણે ઘણી વખત ક્યારેક સ્ટેટસ કે મેસેજ કરનાર વ્યક્તિની નોંધ પહેલાં લઈ લઈએ છીએ.રોજ રોજ સમયસર આવતા મેસેજ આપણે કદાચ વાંચવા તો દૂર, ખોલવાનું પણ પસંદ નથી કરતા.
    આ બધામાં જ્યારે એ વ્યક્તિ છેલ્લે આ બધું કરવાનું બંધ કરી દે છે — એટલે કે આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન બંધ કરી દે છે —
    એ વાત પણ કદાચ આપણે તરત નથી સમજતા, કેમ કે આપણી માનસિકતા એવી બની ગઈ છે કે એનો મેસેજ કે સ્ટેટસ તો હશે જ.

    અજાણતા જ આપણે ક્યારેક નોંધ લઈ બેસીએ છીએ કે,
    “ના… છેલ્લા કેટલા સમયથી તો બધું બંધ છે.”
    એનો અર્થ બસ એટલો જ છે કે તમે તમારી પ્રત્યે લાગણી રાખનાર, તમારી સાથે જોડાઈને રહેવા માંગતા વ્યક્તિની ક્યારેય નોંધ લીધી નથી અને તેને પ્રોત્સાહન પણ આપ્યું નથી.
    આખરે એ વ્યક્તિ ચુપચાપ તમારી જિંદગીમાંથી જતી રહી.

    તમારી આસપાસના લોકો ગુમાવી દો એ પહેલાં નોંધ લેતા શીખો



    Surbhi Katar


Your Rating
blank-star-rating
Bharti Trivedi - (15 March 2026) 5

1 0