• 22 April 2026

    અમથે અમથા વિચાર

    અમથે અમથા વિચાર - ૬

    0 2

    તમારી આસપાસ આવેલા નવા વ્યક્તિને સ્વીકારતા શીખો. ઘર હોય, શેરી હોય, હોસ્ટેલ કે પી.જી. હોય કે પછી આપણું કાર્યસ્થળ — કોઈપણ એવી જગ્યાએ નવા વ્યક્તિનું આગમન આવકારો. જે વ્યક્તિ પોતાના જૂના મૂળ મૂકીને નવી જગ્યાએ આવ્યો છે, એને સમજવાનો પ્રયત્ન કરો. કદાચ તેની વિચારધારા અલગ હશે, તેની સમજ અને રીત અલગ હશે, પણ તેના પ્રયત્નો તરફ પણ જોવું જોઈએ.

    નવી જગ્યાએ, નવા વાતાવરણમાં, નવા લોકો વચ્ચે જ્યારે એ પોતાની જાતને એકલું સમજતું હોય, ત્યારે એની લાગણી કલ્પી જુઓ — એ અંદરથી કેટલું ખરાબ અનુભવતું હશે.


    જ્યારે એ પોતાની મૂંઝવણ કોઈ સામે મૂકી શકતું નથી, ત્યારે એ વ્યક્તિ આટલા અજાણ્યા લોકો વચ્ચે કોઈને પોતાનું બનાવવા માંગતું હોય છે; પણ હાથ તો આપણે જ આગળ વધારવો જોઈએ.

    નવા આવેલા વ્યક્તિને સમજવાની, પ્રેમ કરવાની અને એને સાચવવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. જેટલો વધુ સ્વીકાર મળશે, એટલું એ જલ્દી બધાં સાથે હળીમળી શકશે.



    Surbhi Katar


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!