7ક્યારેક આપણે કોઈ એક વ્યક્તિને આપણું સર્વસ્વ માની લઈએ છીએ.
આપણા દિવસની દરેક ઘટનાનું કેન્દ્રબિંદુ એ એક વ્યક્તિને બનાવી લઈએ છીએ.
એના માટે સતત લાગણીઓનો વરસાદ વરસાવતા રહીએ છીએ.
પરંતુ ક્યારેક મનના એક ખૂણે એક છાની માંગણી જન્મ લે છે —
કે એ અમારી આ લાગણીઓની નોંધ લે.
કદાચ એ વ્યક્તિની વ્યસ્તતા હોય કે બેદરકારી,
પરંતુ રોજિંદી લાગણીઓ વ્યક્ત કરતી વ્યક્તિને એ નોંધતી નથી.
એ વ્યક્તિને જરા પણ અંદાજ હોતો નથી કે તેની માટે સતત લાગણીશીલ રહેનાર વ્યક્તિના મનમાં આવી કોઈ માંગણી જન્મી હશે.
લાગણીશીલ વ્યક્તિ પર એ માંગણી ધીમે ધીમે હાવી થઈ જાય છે અને સામેવાળી વ્યક્તિને એની ખબર પણ નથી હોતી.
જ્યારે સામેવાળી વ્યક્તિ આ વાતની નોંધ લે છે, ત્યારે એના જીવનમાંથી લાગણીશીલ વ્યક્તિ કોઈ ફરિયાદ કર્યા વગર શાંતિથી દૂર થઈ ચૂકી હોય છે.
એટલે જ, આપણી આસપાસ લાગણી દર્શાવતા સંબંધો પ્રત્યે લાગણી રાખવી ખૂબ જરૂરી છે.