9આપણે આપણી જાતને હંમેશ માટે બીજાઓ પર નિર્ભર શા માટે રાખીએ છીએ?
અપણે એટલા નિર્ભર બની જઈએ છીએ કે આપણા અંદરના વિચારો અને લાગણીઓ પણ એમના પર આધારિત થઈ જાય છે.
આપણા પોતાના નિર્ણયો, જે લેવાનો એકમાત્ર અધિકાર આપણો જ હોવો જોઈએ, તે પણ આપણે બીજાને આપી દઈએ છીએ.
એ લોકોને આપણા આત્મવિશ્વાસ અને લાગણીઓ સાથે રમવાનો હક આપી દઈએ છીએ.
શું પહેલા આપણે પોતે પોતાની કિંમત કરવાનું શીખવું નહીં જોઈએ?
પોતાના માટે જીવવાનું શીખવું નહીં જોઈએ?
એવા ચાર લોકો, જેમનું આપણા જીવનમાં હકીકતમાં કોઈ મહત્વ નથી, તેઓ શું વિચારશે — એ વિચાર છોડીના દેવો જોઈએ?
આપણા કરતાં વધુ આપણા વિશે બીજું કોણ સાચું વિચારી શકે?
બીજાઓ પર નિર્ભર રહીને આપણે શા માટે આપણા વિચારો, લાગણીઓ અને આત્મવિશ્વાસને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ?
નિર્ભર રહેવા કરતાં નિર્ભય કેમ ન રહીએ?