• 05 October 2026

    અનટોલ્ડ સ્ટોરીઝ: વિશ્વ સાહિત્ય અને રહસ્યો

    સૌથી રહસ્યમય અને અવાચ્ય પુસ્તક — ‘ધ વોઇનિચ મેન્યુસ્ક્રીપ્ટ

    0 12

    સાહિત્ય અને ઈતિહાસની દુનિયામાં અસંખ્ય રહસ્યો છુપાયેલા છે, પણ એક એવું પુસ્તક પણ છે જેના ૨૪૦ પાનાઓ સામે વિજ્ઞાન, ઈતિહાસ અને ટેકનોલોજીએ પણ હાર માની લીધી છે! આ પુસ્તકનું નામ છે—‘The Voynich Manuscript’ (ધ વોઇનિચ મેન્યુસ્ક્રીપ્ટ)


    કાર્બન ડેટીંગ મુજબ આ મધ્યયુગીન યુરોપિયન ગ્રંથ ઈ.સ. ૧૪૦૪ થી ૧૪૩૮ ની વચ્ચે ઉત્તર ઈટાલી (North Italy)માં તૈયાર થયો હતો. ૧૯૧૨માં ઈટાલીના એક મઠમાંથી મળી આવેલા ૨૪૦ પાનાના આ પુસ્તકમાં એવા વિચિત્ર ચિત્રો દોરેલા છે જે જોઈને મગજ ચકરાવે ચડી જાય. વિલફ્રિડ વોઇનિચ (Wilfrid Voynich) નામના પુસ્તક-સંગ્રાહકે આ પુસ્તક ખરીદ્યું હતું, જેથી તેના નામ પરથી આનું નામ 'વોઇનિચ મેન્યુસ્ક્રીપ્ટ' પડ્યું.


    🎉એવા છોડ અને વનસ્પતિઓ જે પૃથ્વી પર ક્યાંય અસ્તિત્વ ધરાવતા જ નથી!


    🎉અવકાશના અજાણ્યા નક્ષત્રો અને મધ્યયુગીન કિલ્લાઓને મળતી આવતી ગોળાકાર કુંડળીઓ.


    🎉કોઈ અગમ્ય જાદુઈ પ્રવાહી કે નહેરોમાં નાહતી સ્ત્રીઓની આકૃતિઓ.


    આ પુસ્તક જે ભાષા કે કોડમાં લખાયું છે, તે દુનિયાની કોઈ પણ ભાષા સાથે મેળ ખાતી નથી.બીજા વિશ્વયુદ્ધના સૌથી હોંશિયાર કોડ-બ્રેકર્સ (Cipher Breakers) એ આને ઉકેલવા રાત-દિવસ એક કર્યા, પણ નિષ્ફળ રહ્યા.


    આજના જમાનાના સુપર કમ્પ્યુટર્સ અને AI પણ આ લિપિનો એક પણ શબ્દ ઉકેલી શક્યા નથી.


    સામાન્ય રીતે હાથેથી લખાયેલા પ્રાચીન પુસ્તકોમાં ચેકચાક કે ભૂલો જોવા મળે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી અતિ-જટિલ લિપિ હોવા છતાં આખા પુસ્તકમાં એક પણ શબ્દ પર ચેકચાક નથી! જાણે લખનાર માણસ એ અજાણી ભાષા બહુ સહજતાથી બોલી કે લખી શકતો હતો.


    શું આ ઈટાલીના કોઈ પ્રાચીન ગુપ્ત રસાયણશાસ્ત્રીની ડાયરી છે? કોઈ અજાણી સૃષ્ટિનું વર્ણન છે? કે પછી સાહિત્ય જગતનો સૌથી મોટો કોયડો? આ રહસ્ય આજે પણ અમેરિકાની યેલ યુનિવર્સિટી (Yale University) ની લાઈબ્રેરીમાં સુરક્ષિત રીતે બંધ છે.


    આવું જ રસપ્રદ વાંચવા જોડાયેલા રહો


    Stay tuned with

    Dr Khyati Thanki

    ' નિશબ્દા '





    Dr Khyati Thanki નિશબ્દા


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!