• 24 October 2026

    અનટોલ્ડ સ્ટોરીઝ: વિશ્વ સાહિત્ય અને રહસ્યો

    જ્યારે એક મહાન લેખકે પોતાના જ નામ સામે શરત લગાવી!

    5 10

    જ્યારે એક મહાન લેખકે પોતાના જ 'અહંકાર' સામે શરત લગાવી!


    આજે વાત કરવી છે હોરર અને સસ્પેન્સના બાદશાહ સ્ટીફન કિંગ (Stephen King) ની! 📚


    ૧૯૭૦-૮૦ના દાયકામાં સ્ટીફન કિંગ સાહિત્ય જગતનો એવો સૂરજ હતા જેનો ક્યારેય અસ્ત નહોતો થતો. પણ એ સમયે પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રીનો એક અલિખિત નિયમ હતો કે વાચકો એક વર્ષમાં એક જ લેખકનું એકથી વધુ પુસ્તક નથી ખરીદતા.

    પણ સ્ટીફન કિંગનું મગજ તો વિચારોની ફેક્ટરી હતું! એમને થતું કે મારી પાસે આટલી વાર્તાઓ છે તો હું કેમ રોકાઉં? સાથે જ, તેમના મનમાં એક પર્સનલ સવાલ પણ હતો:


    "જો હું 'Stephen King' નામ હટાવી દઉં, તો શું આ દુનિયા મારા શબ્દોને સ્વીકારશે?"


    તેમણે આ વાત સાબિત કરવા માટે એક નકલી નામ ધારણ કર્યું: 'રિચર્ડ બેચમેન' (Richard Bachman).


    તેમણે એટલી હદે ગુપ્તતા રાખી કે પોતાના ફોટોગ્રાફ તરીકે પોતાના ઇન્સ્યોરન્સ એજન્ટનો ફોટો છપાવ્યો! અને રિચર્ડ બેચમેનના નામે 'Thinner', 'The Long Walk' અને 'Running Man' જેવી અદ્ભુત નવલકથાઓ બહાર પાડી.

    ઈતિહાસ રચાઈ ગયો!


    બેચમેનના નામે લખાયેલા પુસ્તકોની પણ લાખો નકલો વેચાઈ ગઈ. પાછળથી જ્યારે એક હોશિયાર બુક-સ્ટોર ક્લર્કે બંને લેખકોની લેખનશૈલી (Writing Style) સરખાવીને આ પોલ ખોલી, ત્યારે સ્ટીફન કિંગે હસીને કહ્યું હતું:

    "હા, બેચમેન બીજું કોઈ નહીં પણ હું જ હતો!"

    "રિચર્ડ બેચમેન કેન્સરથી મરી ગયો છે... કારણ કે એનો અહંકાર જીતી ગયો હતો!"


    ચાલો, આજે તમારી વાત....


    સ્ટીફન કિંગે તો 'બેચમેન' નામ રાખ્યું હતું...

    જો તમને પણ ક્યારેય કાવ્ય, વાર્તા કે ડાયરી લખવા માટે એક સુંદર 'ઉપનામ' (Pen-Name) પસંદ કરવાનું કહેવામાં આવે, તો તમે કયું નામ રાખશો?


    Stay tuned with

    Dr Khyati Thanki

    ' નિશબ્દા '





    Dr Khyati Thanki નિશબ્દા


Your Rating
blank-star-rating
Dhaval Pandya - (24 October 2026) 5
સારી માહિતી 👌👌👍

0 0