• 21 June 2026

    અનટોલ્ડ સ્ટોરીઝ: વિશ્વ સાહિત્ય અને રહસ્યો

    Behind the Book

    5 9

    📖 શબ્દોની કોઈ સરહદ નથી હોતી, અને વિચારોને કોઈ બંધન નથી હોતા...


    પેરિસના કોઈ શાંત કાફેમાં કૂણી ચાસ્કેટો વચ્ચે લખાયેલી પ્રણય કવિતા હોય, રશિયાની કડકતી ઠંડીમાં જન્મેલી કોઈ ગહન નવલકથા હોય, કે પછી જાપાનના ચેરી બ્લોસમની નીચે ૧૭ અક્ષરોમાં આકાર લેતું નાનકડું ' હાઇકુ' હોય... સાહિત્ય હંમેશા ભૌગોલિક સરહદો ઓગાળીને સીધું માનવ હૃદયને જોડે છે.


    જ્યારે દુનિયા આખી સોશિયલ મીડિયાના ઘોંઘાટ અને રીલ્સની જંજાળમાં ખોવાયેલી છે, ત્યારે શબ્દોની આ અદભુત દુનિયાને ફરી જીવંત કરવાનો એક નાનકડો અને નિષ્ઠાવાન પ્રયાસ છે—"અનટોલ્ડ સ્ટોરીઝ: વિશ્વ સાહિત્ય અને રહસ્યો".


    જો તમે પણ પુસ્તકોના શોખીન છો, અક્ષરના આરાધક છો, અને વૈશ્વિક સાહિત્યની ઉત્કૃષ્ટ તેમજ અણધારી કૃતિઓ વિશે તદ્દન સરળ અને રસાળ ગુજરાતીમાં જાણવા માંગો છો, તો હું આપને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું મારી આ ખાસ ડિજિટલ સફરમાં.


    આપને શું વાંચવા મળશે?


    વિશ્વ સાહિત્યની ઝલક: ગ્લોબલ ક્લાસિક્સ અને જુદી-જુદી સંસ્કૃતિઓની અમર વાર્તાઓ પાછળના રોચક રહસ્યો.


    લેખકોની અજાણી દુનિયા: મહાન વૈશ્વિક સર્જકોનું સંઘર્ષમય જીવન, તેમની અતરંગી આદતો અને લેખન પાછળના ક્રેઝી અખતરા.


    દર અઠવાડિયે વિશ્વના મહાન પુસ્તકો, કલમના જાદુગરો અને તેના સર્જકોની એક એવી રોમાંચક સફર પર નીકળીએ છીએ જે તમારા વિચારોને એક નવી ઊંચાઈ આપશે. દરરોજના અતિરેક ભર્યા મેસેજથી દૂર, આ લેખ માત્ર અને માત્ર શુદ્ધ સાહિત્યિક આનંદ માટેનું એક એકાંત સ્થળ છે. 🕊️


    આવો, સાથે મળીને અક્ષરનો આનંદ માણીએ!


    ભાગ 1

    સાહિત્ય પાછળનું રહસ્ય


    પુસ્તક/પાત્ર: શેરલોક હોમ્સ (Sherlock Holmes)

    લેખક: સર આર્થર કોનન ડોયલ


    🧐 શું દુનિયાનો સૌથી બુદ્ધિશાળી જાસૂસ 'શેરલોક હોમ્સ' માત્ર એક કલ્પના હતો?


    ના! તમને જાણીને નવાઈ લાગશે કે ગુનેગારોના પસીના છોડાવી દેનાર શેરલોક હોમ્સ કોઈ કાલ્પનિક પાત્ર નથી, પણ ૧૦૦% એક સાચા માણસની કોપી છે!


    💥 પાછળની રોચક સત્ય ઘટના:

    વાર્તાના લેખક આર્થર કોનન ડોયલ જ્યારે એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલના વિદ્યાર્થી હતા, ત્યારે તેમના એક પ્રોફેસર હતા – ડૉ. જોસેફ બેલ (Dr. Joseph Bell)


    ડૉ. બેલની ઓબ્ઝર્વેશન સ્કીલ (નિરીક્ષણ શક્તિ) એટલી ગજબની હતી કે કોઈ પણ અજાણ્યો દર્દી રૂમમાં આવે એટલે તે બોલે તે પહેલાં જ ડૉક્ટર તેની ચાલવાની ઢબ, કપડાંના ડાઘ, તેના હાથ અને નખ જોઈને કહી દેતા કે:


    👉 તે માણસ કયો વ્યવસાય કરે છે?

    👉 તે કયા ગામ કે વિસ્તારમાંથી ચાલીને આવ્યો છે?

    👉 અને તેને અત્યારે શું બીમારી છે!


    લેખક આર્થર કોનન ડોયલ પોતાના પ્રોફેસરની આ જાદુઈ સ્કીલ જોઈને આભા બની જતા. પાછળથી જ્યારે તેમણે જાસૂસી નવલકથા લખવાનું શરૂ કર્યું, ત્યારે આ જ પ્રોફેસરના અદ્ભુત વ્યક્તિત્વને તેમણે **'શેરલોક હોમ્સ'** નામના અમર પાત્રમાં બદલી નાખ્યું!


    એટલે કે, જે રીતે ડૉ. જોસેફ બેલ દર્દીના શરીરના લક્ષણો જોઈને 'મેડિકલ ડિટેક્ટિવ' બનતા, એ જ રીતે શેરલોક હોમ્સ ગુનાની જગ્યાના પુરાવા જોઈને 'ક્રાઇમ ડિટેક્ટિવ' બન્યો!


    આવો જ એક બીજો રોચક ફેક્ટ:


    સ્વયં શેરલોક હોમ્સના લેખકે એક પત્રમાં ડૉ. બેલને લખ્યું હતું કે, "ચોક્કસપણે આ પાત્ર માટે હું આપનો ઋણી છું... આપની નિરીક્ષણ શક્તિની આસપાસ જ મેં આ જાસૂસનું તાણાવાણું વણ્યું છે."


    Stay tuned with

    Dr Khyati Thanki

    ' નિશબ્દા '





    Dr Khyati Thanki નિશબ્દા


Your Rating
blank-star-rating
Dhaval Pandya - (11 July 2026) 5
👌👌👌👌👌

0 0