7લેખક: અર્નેસ્ટ હેમિંગ્વે (Ernest Hemingway)
અજાણી આદત: ઊભા રહીને લખવાની કળા!
📝 શું તમે ક્યારેય ઊભા-ઊભા આખી નવલકથા લખવાનું વિચારી શકો?
દુનિયાને 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' જેવી અમર કૃતિ આપનાર અને નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે ક્યારેય આરામથી ખુરશી પર બેસીને લખવાનું પસંદ નહોતા કરતા!
પાછળની રોચક સત્ય ઘટના:
હેમિંગ્વે તેમના રૂમમાં એક ઊંચા કબાટ કે બુકશેલ્ફ પર પોતાનું ટાઈપરાઈટર રાખતા અને આખો દિવસ એક પગ પરથી બીજા પગ પર વજન બદલતા-બદલતા, ઊભા રહીને જ ટાઈપ કરતા હતા. તેઓ કલાકો સુધી આ જ પોઝિશનમાં કામ કરતા!
તેમનું માનવું હતું કે બેસી રહેવાથી આળસ આવે છે અને મગજ સુસ્ત થઈ જાય છે, જ્યારે ઊભા રહેવાથી આખું શરીર એક્ટિવ રહે છે અને મગજ વધુ 'એલર્ટ' થઈને નવા વિચારો વિચારી શકે છે. તેઓ કહેતા કે લખવું એ કોઈ આરામદાયક કામ નથી, એ તો એક યુદ્ધ છે!
હેમિંગ્વે માત્ર ઊભા રહીને જ નહોતા લખતા, પણ તેઓ રોજ સવારે બિલકુલ વહેલા જ લખવાનું શરૂ કરી દેતા, ભલે પછી આગલી રાત્રે તેઓ ગમે તેટલા મોડા સૂતા હોય!
💡આજનો સવાલ: જો તમને ઓફિસ કે ભણવાનું કામ ઊભા રહીને કરવાનું કહેવામાં આવે, તો તમે કેટલી મિનિટ ટકી શકો?
તમને હેમિંગ્વેની આ અદભુત આદત કેવી લાગી?
Stay tuned with
Dr Khyati Thanki
' નિશબ્દા '