• 23 June 2026

    નંબર :૫ બપોરે (૩:૩૦)લીલી પેન ૧૬/ ૬/૨૬

    આવડત

    0 4

    જિંદગી માં આવડત બઘાં લોકો ને આપી જ હોય છે .🦋

    જિંદગી માં આવડત વગર નું કોઈ જ નથી ...🦋


    જિંદગી માં એ આવડત બઘાં લોકો નથી સમજી શકતાં.

    🦋

    જિંદગી માં આવડત હોવી અને એ આવડત ને તમારી તાકાત બનાવવી એ બઘાં નાં નસીબ માં નથી હોતું..🦋


    જિંદગી માં આવડત એક જાત ની નથી...🦋


    જિંદગી માં આવડત એક હજાર જાતની હોય છે ...🦋


    જિંદગી માં એ આવડત માટે કોઈ નો સાથ

    અથવા સહકાર મળવો જરૂરી ગણાય છે ..🦋


    જિંદગી માં એ આવડત પોતાની જાત મહેનત ની હોય તો એકદમ જ તમને તમારા હક માટે બેઠાં કરી દે છે.🦋


    જિંદગી માં આવડત ઘણાં જોતાં જ શીખી જાય છે .

    જિંદગી માં ઘણાં પ્રેકટીકલ જોઈને કરીને શીખે

    થોડું ધીમું હોય પણ હોય તો ખરું...🦋


    જિંદગી માં ઘણાં ટેકનીકલ રીતે કરે છે ..🦋


    જિંદગી માં આવડત નાં હોય એવું ક્યારેય ન બને..🦋


    જિંદગી માં જેવું ઘર મળે સાથ મળે કે પછી દુઃખ કે દદૅ મળે એટલે એ આવડત પણ ભૂલી જવાય છે ...🦋


    જિંદગી માં તમારા સમયે ઓછું પણ ન મળે અને તમે જે તડપ અને તકલીફ ને વેઠવી પડી હોય પછી એ આવડત ઉપર ભરપૂર માત્રામાં પ્રયાસ કર્યો હોય અને તમને નિષ્ફળતા જ મળી હોય..પછી તમે મૂકી દો...🦋


    જિંદગી માં કહેવું સહેલું છે કે આવડત હોય તો થાય પણ સમય અને પરિસ્થિતિ એવી પરીક્ષા લે કે તમે ગમે તેટલા હોશિયાર હોવ પણ શૂન્ય થઈ જાવ છો...🦋


    જિંદગી માં આવડત હોય અને કર્યું પણ બઘું જ હોય તોય એવું સાંભળ્યું હોય કે મારું ઘર છે તારું નથી અને એમાં સાથ ન હોય અને કોઈ પણ પ્રકારની મહેનત ઉપર પણ તમને સારું કર્યું એવું ના કહીને અપશબ્દો બોલ્યા હોય અને ગળી ગયાં હોવ એટલે આવડત

    બંધ થઈ જાય છે..🦋


    જિંદગી માં ઘણી વખત આર્થિક માનસિક કે શારીરિક બઘી રીતે તમે કોશિશ કરી હોય પણ છતાંય બઘે જ વલખાં મારી ને હિંમત ન હોય પછી જ છોડ્યું હોય છે ..🦋


    જિંદગી માં આવડત એ છે કે આખું અસ્તિત્વ જ બદલવાનું અને છતાં પણ પોતાનું કાંઈ જ નહીં અંતે તમે પારકાં હોવ છો આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી કોઈ પણ નો સાથ નથી મલતો ... કેમ કે એ અંઘકાર તો બઘે જ છે જે બઘાં પોતાની રીતે ઢાંકી રાખે છે ...🦋

    જિંદગી માં આવડત કોઈ પણ રીતે ખરીદી ન શકાય...🦋


    જિંદગી માં આવડત ની કોઈ ડિગ્રી જ ન હોય...🦋


    જિંદગી માં જેમ જેમ ઠોકરો પડે એમ આવડત

    વઘતી જાય છે ...🦋


    જિંદગી માં આવડત એવું સમજાવે કે મારાં થી

    હોશિયાર કોઈ જ ન હોઈ શકે ....🦋


    જિંદગી માં જ્યારે સમય એનો હિસાબ લેવાં આવે ત્યારે આવડત વગર નાં ને પણ આવડત આપી જાય છે.🦋


    જિંદગી માં એનો સમય ચાલુ થાય તો બઘું આવડી જાય એ તેજી જ એવી હોય છે ત્યારે કોઈ આવડત નથી પૂછતું બઘું જ તમારાં હિસાબે ચાલે છે ..

    આ ન્યાય હોય છે ....🦋


    જિંદગી માં કોઈ પણ પરફેક્ટ નથી .. હોતું પણ બસ પરફેક્ટ બનાવવા ની ઈરછા માં એનું પતન કરી દે છે. બઘાં લોકો ઝેર ભરે અને સંબંધ પૂર્ણ થઈ જાય છે ..🦋


    બચે છે તો બસ એક અન‌પરફેકટ આવડત વગર નું

    વ્યક્તિ અને વ્યકિતત્વ જે પોતે સજૅન હોય છે ..🦋


    આ એક સત્ય છે અને આજ વાસ્તવિકતા છે 🙏🏻 🙏🏻 🦋

    આ કોઈ ને સંભળાવવા કે દુઃખ પહોંચાડવા માટે

    નથી લખ્યું છે .. 🦋


    આ કોઈ એ આપેલો શબ્દ છે ..જેને માન

    આપવા માટે લખ્યું છે ...🦋


    આ મારી સમજ પ્રમાણે લખ્યું છે...🦋


    એ....જ....લી....

    વૃશાલી....જે....શેઠ...(વૃત્તિ)




    vrushali (વૃત્તિ) sheth


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!