• 26 July 2026

    અનટોલ્ડ સ્ટોરીઝ: વિશ્વ સાહિત્ય અને રહસ્યો

    🇫🇷 પેરિસ, પુસ્તકો અને એક અકલ્પનીય શરત!

    5 2





    📖 જે રેસ્ટોરન્ટ અને બુકસ્ટોરમાં પૈસા નહીં, પણ 'અક્ષરો' આપીને બિલ ચૂકવાતું!


    વિશ્વ સાહિત્યમાં એક એવું અદ્ભુત સ્થળ પણ છે જ્યાં જમવા કે રહેવા માટે પૈસાની નહીં, પણ સાહિત્યપ્રેમની કદર થતી! પેરિસમાં સીન (Seine) નદીના કિનારે આવેલી 'Shakespeare and Company' નામની આ જગ્યા બહારથી એક સામાન્ય બુકસ્ટોર અને કૅફે લાગે છે, પણ તેનો ઈતિહાસ મગજના તાર હલાવી દે તેવો છે.


    આ જગ્યાના સ્થાપક જ્યોર્જ વ્હાઇટમેન (George Whitman) પોતે એક વિચિત્ર અને ઉદાર વિચારસરણી ધરાવતા માણસ હતા. તેમણે દુનિયાભરના સંઘર્ષ કરતા, ગરીબ કે બેઘર લેખકો, કવિઓ અને મુસાફરો માટે પોતાના દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા. અહીં કોઈપણ લેખક મફતમાં રહી શકતો અને જમી શકતો!

    પણ... બદલામાં તેમણે ૩ અનોખી શરતો પૂરી કરવી પડતી

    ૧. દરરોજ બુકસ્ટોરમાં ૪ કલાક કામ કરવાનું (પુસ્તકો ગોઠવવા કે શેલ્ફ સાફ કરવા).

    ૨. દરરોજ ઓછામાં ઓછું એક પુસ્તક આખું વાંચવાનું.

    ૩. અને સૌથી મહત્વનું—ત્યાંથી વિદાય લેતાં પહેલાં પોતાની ૧ પાનાની આત્મકથા (Autobiography) કે ટૂંકી વાર્તા લખીને માલિકને સોંપીને જવાની!


    જ્યોર્જ વ્હાઇટમેન આ બેઘર લેખકોને 'ટમ્બલવીડ્સ' (પવનમાં ઊડતાં ઘાસના ટુકડા) કહેતા. તેઓ માનતા કે જેમ પવન ઘાસને અહીં-તહીં લઈ જાય છે, તેમ વિચારો લેખકોને ભટકાવે છે. અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ લેખકો આ બુકસ્ટોરના પુસ્તકોની શેલ્ફ વચ્ચે, નાના પલંગો પર ઊંઘીને પોતાના સપના કંડારી ચૂક્યા છે!


    આ જ એ કૅફે અને બુકસ્ટોર છે જ્યાં બેસીને એર્નેસ્ટ હેમિંગ્વે (Ernest Hemingway), જેમ્સ જોયસ (James Joyce) અને રશિયન કે અમેરિકન સાહિત્યના દિગ્ગજોએ પોતાના અમર પુસ્તકોના વિચારો વણ્યા હતા.


    આજે પણ જ્યારે તમે પેરિસ જાવ અને આ બુકસ્ટોરના ઉપરના માળે જાવ, તો ત્યાં તમને હજારો આત્મકથાઓના એ પાના જોવા મળશે જે અહીં રોકાયેલા અજાણ્યા લેખકો પોતાના હસ્તાક્ષરમાં મૂકી ગયા હતા!


    મજા આવી ને વાંચવાની?


    Stay tuned with

    Dr Khyati Thanki

    ' નિશબ્દા '





    Dr Khyati Thanki નિશબ્દા


Your Rating
blank-star-rating
Jyoti chavda 'જ્યોત' - (26 July 2026) 5
વાહ રે વાહ 👌 અદ્ભુત 👌 ખૂબ જ રસપ્રદ માહિતી આપી 👌👌 ખરેખર અકલ્પનીય હદે સાહિત્ય પ્રત્યે પ્રેમ 👌👌👍👍

0 0