દરેક માતા-પિતા એવું ઈચ્છતા હોય છે. કે મારો દીકરો અથવા દીકરી મોટા થઈને કંઈક એવું કરે કે જેથી પોતાનું અને પોતાના માતા-પિતાનું નામ રોશન થાય. દરેક માતા-પિતા પોતાના બાળકને ડોક્ટર, એન્જીનીયર, વકીલ કે શિક્ષક બનાવવા ઈચ્છતા હોય છે. આ માતા-પિતાનું સ્વપ્ન છે. ક્યારેક એ જાણવાની પણ કોશિશ કરજો કે તમારા બાળકનું સ્વપ્ન શું છે? એ શું બનવાં ઈચ્છે છે? બાળક નાની વયનું હોય ત્યારથી તેને મોબાઈલ અને કોમ્પ્યુટર આપી દેવામાં આવે છે. જે મા-બાપને પોતાના બાળકનુ ભવિષ્ય મોબાઈલ અને કોમ્પ્યુટરમાં દેખાય છે. તેમનો આ વિચાર ખોટો પણ હોય શકે.
જ્યારે બાળકને હજુ સમજણ પણ ના આવી હોય ત્યારે તેને કુદરતના ખોળેથી ઉઠાવીને માનવીની કૃત્રીમ, ટેક્નોલોજીની દુનિયામાં દાખલ કરી દેવામાં આવે છે. જેના કારણે બાળક સમજણું નથી થતું. આમા તેનો પણ શું વાશક? મા-બાપ ટેક્નોલોજીના ગેરફાયદા જાણ્યા વિના બાળકને તેનાથી જોડી દે છે. બાળકને ટેક્નોલોજીથી અવશ્ય જોડવુ જોઈએ. પરંતુ ટેક્નોલોજીના જે સાધનો છે. તેનાથી બાળકને પરિચિત કરાવવું, તેનો યોગ્ય ઉપયોગ કરતાં શિખવવો એ માતા-પિતાની જવાબદારી છે. નાની વયના બાળકને ક્યારેય કુદરતની ગોદ માંથી દુર ન કરવું.
બાળકને મોબાઈલ અને કોમ્પ્યુટરથી પરિચિત કરાવતા પહેલા નદી, પહાડ, વૃક્ષ, ફળ અને ફુલ જેવા કુદરતના તત્વોથી પરિચિત કરાવવું. કારણ કે ટેક્નોલોજી એ આપણી જરૂરિયાતને પુર્ણ કરવા માટે છે. જ્યારે કુદરત એ આપણાં આત્મ સંતોષ માટે છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકના ભવિષ્યને અંધેરામાં ધકેલતા પહેલા વિચાર કરી લેવો. બાળકને કુદરતના ખોળા તરફ લઈ જવું. તેને તેના સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરવી.
જ્યારે બાળકને તેની મનગમતી વસ્તુ ના મળે ત્યારે તે જીદ્દ પર ઉતરી આવે છે. જો તેની જીદ ખોટી હોય તો તેને તેનો અહેસાસ કરાવો. પરંતુ તેના પર હાથ ઉપાડીને તેને રડાવવું નહીં. કારણ કે માર ખાવાથી બાળક ક્યારેય સમજતું નથી.
"ઓળખો, છુપાયુ છે ભીતરમાં રહસ્ય
ઉજ્વળ બનાવો તમારાં બાળકનું ભવિષ્ય"