કેમ છો? સલમાનની જેમ અલગ અલગ ભાષામાં લખતા નહિ ફાવે(મારા હાથમાં કોઈ સ્ક્રીપ્ટ નથી એટલે) બાકી ટીકટોકીયાઓ ની જેમ હોઠ તો અમો પણ ફફડાવી શકીએ!
પહેલી ખૂબ જ પ્રસિદ્ધ થયેલી એડ તો જોઈ છે ને?
જનાબ ક્યાં ચલ રહા હૈ?
આજકલ બીગબોસ-૧૩ ચલ રહા હૈ,
ઉસમેં ભી દામાદ માફ કિજીએ ગા સિદ્ધાર્થ શુકલા ચલ રહા હૈ! આવુ લખીશ તો આસીમ રિયાઝ ચૌધરીના ફેન મને નાગો કરીને મારશે!
ચલો બોલ હી દેતા હું આસીમ રીઆઝ ચૌધરી ચલ રહા હૈ! થોડો થોડો સિઝન તો હું એ ફોલો કરું જ છું.
તો મને પણ થાય છે સાલું ખરેખર આટલા વિરોધ આટલા પેતરાઓ પછી આસીમ રિયાઝનું ચાલવું લાઝમી છે. આસીમના સમર્થમાં જ્હોન સીનાએ એક ઇંસ્ટાગ્રામ પર તસ્વીર મુકી! વાહ આસીમ ફેનમાં ખુશીની એક લહેર ઉઠી ગઈ, તો બીજી તરફ સિદ્ધાર્થ ફેન તો રીતસરના પેતરાઓ શોધવા લાગ્યા! કે જ્હોન સીનાએ તો બસ એક મજાક કરી છે. ફલાનું ઢીકડું.. પણ આજે ૧૦/૨/૨૦૨૦ના ફરીથી જ્હોન સીનાએ કમાલ જ કરી દીધું, જ્હોન સીનાએ ફરી એક તસ્વીર આસીમના સમર્થનમાં મૂકી! તો સિદ્ધાર્થના અંધ ભગતો મનું પંજાબી,કામયા પંજાબી, મનવીર ગજ્જર( સિઝન-૧૧ નો સો કોલ્ડ વિનર) આ સિઝન ટી.આર.પીના મામલમાં શૂરવાતથી જ નંબર-૧ પર છે. એટલે ટી.આર.પીના કારણે બીગબોસ આ વખતે ધૂતરાષ્ટ્ર થઈ ગયો છે. અથવા તેની આંખમાં મોતીએ થઈ ગયો છે.(હા હા હા હા) હસી લીધું? પણ આમાં હસવા જેવું કંઈ છે નહિ, કારણ પૂછશો તો જવાબ પણ આપીશ! ગત સિઝન તમે ફોલો કર્યા હોય તો, બહુ દૂર નથી જતો, કેમ કે હું પણ ગઝની જ છું મને બહુ જૂનું યાદ નથી રહેતું, બહુ યાદ કરવા મને પપાડ બેલવા પડશે, મેં પ્રયત્ન તો કર્યો પણ મને રાહુલ માજનના પુલ ડાન્સ સિવાય કંઈ યાદ નથી આવતું(હા હા હા હા) ફરીથી હસ્યાં? ચલો વાત મુદાની કરીએ, બીગબોસના આટલા વર્ષમાં નિયમ હતું કે પોકિંગ ઓકે છે પણ ફિઝિકલ નથી થવાનું બીગબોસ કોલસાની ભઠ્ઠી છે એ તો તમને ખબર જ હશે! ઝગડાઓ હાલતા જોવા મળે! પણ ગત સીઝનમાં શિવઆશિષ મિશ્રાને તો ફક્ત બીગબોસના આદેશનો અનાદર કર્યો તો પણ બેઘર કરી દીધો હતો. પણ આ સીઝનમા નિયમ ગયા ભાળમાં! (હા હા હા હા) તમે હસ્યાં? તમે જરૂર સિદ્ધાર્થના ફેન હશો! પણ આ સિઝનમાં સિદ્ધાર્થ આસીમને ધકા પર ધકા માર્યા! મધુ રિમાએ તો હદ જ કરી દીધી! અને આકાશવાણી થઈ(બીગબોસ ચાહતે હૈ) ક્યાં ચાહતે હૈ? ઓર મારે? સાલો બેકાર બીગબોસ( હમ્મે લગતા હૈ યહ આપકા નિઝી મામલા હૈ, ઇસ લિયે બીગબોસ ધખલ અંદાઝી નહી કરના ચાહતે હૈ) હસો ઓર જોરથી હશો! આ તો સાલું સાત ખૂન માફ જેવું થયું! નિઝી મામલામાં કોઈની હત્યા કરવાની છૂટ મળવી જોઈએ?
ખેર આ હતું આજનું ટ્રેડિંગ કોલમ! મારી નઝરે.. ફરી મળીશું નવા વિષય નવા વિચાર સાથે.