એ... મેહુલિયો આયો રે!
લાગણીભીની વરસાદી ટૂંકીવાર્તા સ્પર્ધા
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
-તુષાર શુક્લ
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
-ખલીલ ધનતેજવી
નમસ્કાર મિત્રો!
વરસાદી માહોલમાં શું આપની કલમ આપને કહી નથી રહી કે એક ભીની ભીની પ્રણયકથા કાગળ પર વરસવી જોઈએ? શું આપ તૈયાર છો?
મિત્રો, આ વરસાદી મોસમમાં તૈયાર થઇ જાવ એક ભીની ભીની લાગણીશીલ કથા લખવા માટે. શોપિઝન આપના માટે લઈને આવ્યું છે એક અનોખી પ્રતિયોગિતા...
પ્રેમ, લાગણીઓ, વિરહની વેદના અને એક સટીક અંત - આ બધું જ આપની કથામાં હોવું જોઈએ. અને હા....પેલો મેહુલિયો તો ખરો જ!
આપ કોઈ પણ પ્રેમ બતાવી શકો છો. જરૂરી નથી કે નાયક અને નાયિકાનો જ હોઈ શકે! હા બસ વરસાદ હોવો જોઈએ અને પ્રેમ હોવો જોઈએ! લાગણીઓનું ઘોડાપૂર હોવું જોઈએ!
તો ચાલો, વરસાવો આપની કલમને મન મૂકીને. એ... મેહુલિયો આયો રે! અમે રાહ જોઈએ છીએ...
નિયમો :
1. શોપિ ટૂંકીવાર્તા સ્પર્ધા તારીખ 15/07/2025 થી શરૂ થશે અને તારીખ 15/08/2025 મધરાત્રે ૧૨ વાગ્યે પૂરી થશે.
2. શોપિઝન સ્પર્ધા તમામ લેખકો માટે ખુલ્લી છે પણ શોપિઝન, રિવીયોન્ઝ અને સફારી ઇન્ફોસોફ્ટના કર્મચારીઓ અને એમના ફેમીલી મેમ્બર્સ આમાં ભાગ લઈ શકશે નહીં.
3. શોપિઝન સ્પર્ધામાં આપ માત્ર અને માત્ર શોપિઝન માટે લખાયેલી કૃતિઓ (શોપિઝન એક્સક્લુસિવ) જ મૂકી શકશો.
4. કોઈ પણ પ્લેટફોર્મ કે અન્ય માધ્યમમાં અગાઉથી પ્રકાશિત રચનાઓ માન્ય ગણાશે નહીં. જો આપની કૃતિ અન્ય જગ્યાએ પ્રકાશિત થયેલી જણાશે તો એ આપોઆપ રદબાતલ ગણાશે.
5. કોઈ પણ જાતની નકલ અથવા તો ઉઠાંતરી કરેલી રચનાઓ અયોગ્ય ઠરશે (આ કાનૂની અપરાધ છે) અને જો કોઈ આ નિયમ તોડશે તો એમના પર કાનૂની પગલાં લેવામાં આવશે. અમદાવાદ (ગુજરાત) જૂરિસ્ડિક્શનમાં એની કાર્યવાહી થશે.
6. એક વ્યક્તિ વધુમાં વધુ 4 (ચાર) રચનાઓ સબમિટ કરી શકશે. (અન્ય જગ્યાએ એ પ્રકાશિત થયેલી હોવી જોઈએ નહીં.)
7. આપની વાર્તા ઓછામાં ઓછા ૧૫૦૦ અને વધુમાં વધુ ૩૦૦૦ શબ્દોની હોવી જરૂરી છે.
8. સ્પર્ધામાં આવેલી રચનાઓ અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી શકાશે નહીં. ઉપરાંત, તમામ કૃતિઓના પ્રિન્ટ પ્રકાશનના હક શોપિઝન પાસે રહેશે. તમામ કૃતિઓ અન્ય કોઈ પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરવા નહીં મોકલી શકાય. શોપિઝન દ્વારા એનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવશે. (એ માટે કૃતિઓમાં જોડણી-વ્યાકરણના દોષો ન હોય એ જરૂરી છે.)
9. શોપિઝનમાં કોઈપણ જાતની ધાર્મિક ઉશ્કેરણી કરવી કે અપશબ્દો લખવા કે અયોગ્ય/અશ્લીલ પ્રકારનું સાહિત્ય લખવાની મનાઈ છે. આપણા દેશના નેતાઓ અને અન્ય મહાનુભાવો વિષે અયોગ્ય લખવા પર પણ પ્રતિબંધ છે.
10. પુરસ્કારની રાશી માત્ર ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાના જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એ સિવાયના દેશોમાંથી ભાગ લીધેલા અને વિજેતા બનેલા લેખકોનું ઉપરોક્ત ત્રણ દેશમાંથી એક દેશમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.
11. કૃતિ મૌલિક હોવી જોઈએ. ભાષાકીય મર્યાદા સમજીને આપ રચના પ્રકાશિત કરશો. આ અંગેની સઘળી જવાબદારી રચનાકારની રહેશે.
12. નિર્ણાયકો પરિણામની તારીખ આપશે એટલે જાહેર કરવામાં આવશે. વિજેતાઓને શોપિઝન માન્ય પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ અંગે કોઈ વિવાદ નહીં ચલાવી લેવાય. પેનલનો નિર્ણય આખરી રહેશે. જો કોઈને એ વિષે ફરિયાદ હોય તો એ શોપિઝન કેરમાં ફોન કરીને કે ઇમેલ કરીને નોંધાવી શકે છે.
13. શોપિઝન આપને ખાતરી આપે છે કે આ સ્પર્ધા એકદમ નિષ્પક્ષ રીતે યોજાશે અને ગુણવત્તા સભર રચનાઓને જ પ્રાધ્યાન્ય આપવામાં આવશે. આમાં કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહીં. શોપિઝન આપને એ પણ ખાતરી આપે છે કે એક વાર સ્પર્ધાના વિજેતા જાહેર થઈ જાય એટલે 30 દિવસની અંદર આપના બેંક એકાઉન્ટમાં આપનો પુરસ્કાર જમા થઈ જશે.
14. જો સ્પર્ધા અંગે કોઈ પણ વિવાદ થાય તો એનું જૂરિસ્ડિક્શન અમદાવાદ (ગુજરાત) કોર્ટ રહેશે.
- પુરસ્કારની માહિતી :
પ્રથમ પુરસ્કાર - 3000/-
દ્વિતીય પુરસ્કાર - 1500/-
તૃતીય પુરસ્કાર - 750/-
ત્રણ આશ્વાસન ઇનામો - શોપિઝન પીઓડી
આપને જો કોઈ સુચન હોય તો અમારા ઈમેલ આઈડી પર આપ મોકલી શકો છો.
gujarati@shopizen.in M : 72260 67609