Rupali Dave - (03 May 2021)નિરવ શાંતિ માં છે અવાજ ના ભણકારા, દૂર ઉભીને રડતી આખો ની વેદના ની વાતો, બે દિવસ પહલા સજીધજી હતી પિયુ માટે, એ કેવી ઊભી રાહ જોતી એની સફેદી ઓઢી, ઢોલ નગારા વાગે ઘણા પણ નથી ખુશીઓ, પાનેતર ઓઢી ને વિવાહ મંડપ માં પોહચી એ, હોઠ પર હોય હમેશા લાલી નો લાલ રંગ વધુને, અરે!!! અહી તો વધુ ના હોઠો એ બાંધ્યો લીરો, સુખડ ની સુગંધ છે બધે પણ આવે છે ક્યાંથી, રાત દિવસ બળી બળીને થાક્યું સ્મશાન હવે, માનવી એ માનવી ના જીવ સાથે ખેલ્યો છે ખેલ, કવિ ,સ્મશાન ના શબ્દો હતા બહુ થયું બંધ કરો, બળું છું તમારા કારણે મને ખત્મ કરી શું મેળવશો?