જ્યારે સૂરજ દેવ ફરતા ફરતા પૂર્વમાંથી પશ્ચિમ તરફ આગળ વધતા જાય છે... ને અંતે તેમની રોશની મંદ થતી થતી આસમાન અને ધરતીના મિલન સ્થળે પહોંચે ત્યારે સાંજનું રમણીય દ્રશ્ય સર્જાય છે.આ સાંજ તમને અલૌકિક માહોલમાં લઇ જાય છે.... ઇશ્ર્વર સ્મરણનો આ એક ઉત્તમ સમય છે... આ ટાણે મંદિરોમાં આરતીની ઝાલર ગુંજવા માંડે છે..