શક્યતાઓ, તકો અને અનુભવો આ અનંત આકાશની જેમ અનંત જ છે, બસ ત્યાં સુધી આપણી દ્રષ્ટિ નથી પહોંચતી. પક્ષીઓની જેમ મુક્ત થઈને જીવવાની ઘણી શક્યતા છે, શરત બસ એટલી જ કે પહેલા જે વસ્તુમાં આપણે જકડાઈ ગયા છીએ એને સ્વીકારીને એમાંથી મુક્ત થઈ જવાનું છે તો વિહગની જેમ જીવન નામના આકાશમાં મુક્તપણે ઉડી શકાશે.