અનિલ વિક્ટર મેકવાન નડિયાદના વતની અને બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયે તેઓ સેવા વિદ્યાલય, પાલૈયા, તા. નડિયાદ ખાતે ક્લાર્ક તરીકે સેવારત છે. વાંચન પ્રત્યેની ઊંડી રુચિ અને લેખન પ્રત્યેના વિશેષ લગાવને કારણે તેઓ વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં સતત સર્જનશીલ રહ્યા છે. ટૂંકી વાર્તા,...More
અનિલ વિક્ટર મેકવાન નડિયાદના વતની અને બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયે તેઓ સેવા વિદ્યાલય, પાલૈયા, તા. નડિયાદ ખાતે ક્લાર્ક તરીકે સેવારત છે. વાંચન પ્રત્યેની ઊંડી રુચિ અને લેખન પ્રત્યેના વિશેષ લગાવને કારણે તેઓ વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં સતત સર્જનશીલ રહ્યા છે. ટૂંકી વાર્તા, નિબંધલેખન અને ફિલ્મ રિવ્યૂ લેખનમાં તેમની કલમ ચાલતી રહી છે. માનવીય સંબંધોની નાજુક ગૂંથણી, લાગણીઓની ઊંડાઈ અને જીવનની સંવેદનશીલ ક્ષણોને શબ્દોમાં વ્યક્ત કરવી એ તેમના લેખનનો મુખ્ય વિષય છે. માનવીના અંતરમાં ચાલતી લાગણીઓની હળવી હલચલને સરળ, સહજ અને હૃદયસ્પર્શી ભાષામાં વાચા આપવી તેમને વિશેષ ગમે છે. તેમના માટે લેખન માત્ર અભિવ્યક્તિ નથી; તે માનવીને સમજવાની, સંબંધોને અનુભવવાની અને જીવનને વધુ સંવેદનશીલ દૃષ્ટિએ જોવાની એક આંતરિક યાત્રા છે. ૧૯૯૪મા નયાપડકાર દૈનિકમાં નવલિકાઓ લખી છે. ખ્રિસ્તી માસિક દૂત મા અવારનવાર નિબંધ લેખન કરું છું. દિવ્ય દયા"સ્પર્શ" ત્રિમાસિકમાં લેખ છપાય છે. નવલિકા અને લઘુનવલ લખવાનું અત્યંત પ્રિય છે. હાલમાં એક લઘુનવલ પૂરી કરી છે. અને બીજી એક લઘુનવલ પર કાર્ય પ્રગતિમા છે.