વિજ્ઞાનમાં સ્નાતક થયેલા આઇટી પ્રોફેશ્નલ એવા ગૌરાંગ અમીન સાહિત્ય, ધર્મ, આધ્યાત્મ, યોગાસન, ચિત્રકામ, ફોટોગ્રાફી, પ્રવાસ, ટ્રેકિંગ, વગેરે ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના રસ સાથે જ્ઞાન તેમ જ અનુભવ ધરાવે છે. અવલોકન, અભ્યાસ અને અનુભવ દ્વારા તેમણે શબ્દોની સાધનાને જીવનનું અગત્યનું કર્મ બનાવેલું...More
વિજ્ઞાનમાં સ્નાતક થયેલા આઇટી પ્રોફેશ્નલ એવા ગૌરાંગ અમીન સાહિત્ય, ધર્મ, આધ્યાત્મ, યોગાસન, ચિત્રકામ, ફોટોગ્રાફી, પ્રવાસ, ટ્રેકિંગ, વગેરે ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના રસ સાથે જ્ઞાન તેમ જ અનુભવ ધરાવે છે. અવલોકન, અભ્યાસ અને અનુભવ દ્વારા તેમણે શબ્દોની સાધનાને જીવનનું અગત્યનું કર્મ બનાવેલું છે. સમાજને સ્પર્શતી બાબતો પર એમના વિશ્લેષણ ધ્યાનાકર્ષક હોય છે. તેમણે લાંબા સમયથી "અભિયાન" સામાયિકમાં ચાલતી ‘ચર્નિંગ ઘાટ’ કૉલમ દ્વારા વિવિધતાપૂર્ણ લેખોનો રસથાળ પીરસી વાચકોમાં આગવી ઓળખ ઊભી કરી છે. તેમનું માનવું છે કે આસ્તિકમાં માનવી ના જોઈ શકે તે નાસ્તિક અમાનવીય છે અને નાસ્તિકમાં ઈશ્વર ના જોઈ શકે તે આસ્તિક અમાનવીય છે.