પ્રફુલ શાહ: મૂળ રાજવી કવિ કલાપીના ગામ લાઠીના વતની. ચાર દાયકાથી મુંબઈના ગુજરાતી પત્રકારત્વ આલમમાં સક્રિય પ્રફુલ શાહ હજારો લેખ અને કેટલીય લોકપ્રિય કોલમ લખી ચૂક્યા છે. 'જન્મભૂમિ', 'ગુજરાત સમિચાર', 'મિડ-ડે' અને 'સમાતંર પ્રવાહ' જેવા 'નામાંકિત અખબારોમાં મહત્વપુર્ણ જવાબદારી સફળતાથી નિભાવી છે....More
પ્રફુલ શાહ: મૂળ રાજવી કવિ કલાપીના ગામ લાઠીના વતની. ચાર દાયકાથી મુંબઈના ગુજરાતી પત્રકારત્વ આલમમાં સક્રિય પ્રફુલ શાહ હજારો લેખ અને કેટલીય લોકપ્રિય કોલમ લખી ચૂક્યા છે. 'જન્મભૂમિ', 'ગુજરાત સમિચાર', 'મિડ-ડે' અને 'સમાતંર પ્રવાહ' જેવા 'નામાંકિત અખબારોમાં મહત્વપુર્ણ જવાબદારી સફળતાથી નિભાવી છે. હાલ એશિયાનાં લગભગ બે દાયકા જૂના ઐતિહાસિક અખબાર 'મુંબઇ સમાચાર'માં સક્રિય.સાથોસાથ સિનેમાના ઊંડા અભ્યાસી. આસપાસનાં સાચુકલા માનવીની જીવતી-જાગતી પ્રેરણાદાયક વાતોને ઊંડા સંશોધન અને રસપ્રદ શૈલીમાં રજૂઆત એ એમની વિશેષતા છે.
૨૦૧૯ના ઓગસ્ટમાં તેમના નામે અનોખો વિક્રમ નોંધાયો: માત્ર ૧૫ દિવસમાં તેમની સંકલ્પના અને સંશોધનવાળી બબ્બે વેબ મુવી 'બારોટ હાઉસ' અને 'પોષમ પા' Zee5 પર રીલીઝ થઇ. કોઈ ગુજરાતી તો, ઠીક ભારતીય લેખક કે પત્રકાર આવું સિધ્ધ કરી શક્યા નથી. પાંચ આન્તરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરી ચુકેલા પ્રફુલભાઈએ 'અજબ ગજબ કસબ' અને 'એક પટરાણી, એક ખટપટરાણી' નામના નાટક લખ્યાં છે.
ટીવી સીરિયલમાં 'સ્વપ્ન કિનારે', (ગુજરાતી-૧૦૦ જેટલા એપિસોડ), જીવન-જ્યોતિ(૧૩ એપિસોડ) અને 'રજની' સહિતની કેટલીક સીરીયલમાં લેખન કર્યું છે. છોગામાં 'ધ વ્હાઇટ લેન્ડ'(ગુજરાતના નાના રણના અગરિયાઓની વેદના-સંઘર્ષ પર આધારિત કથાનક) ,'ફાધર્સ ડે'(નવલકથા પર આધારિત) અને ગુરખા સૈનિક વિષ્ણુ પ્રસાદ શ્રેષ્ઠ પર બાયોપિક ફિલ્મમાં એમની કલમની કમાલ છે.
પુસ્તકો:
૧) 'દ્રશ્યમ-અદ્રશ્યમ'( દૈનિક અખબારમાં ધારાવાહિક પ્રાગટ્ય, પછી પુસ્તક સ્વરૂપે ગુજરાતી અને મરાઠીમાં)
૨) 'ફાદર્સ ડે''( અંગ્રેજી-હિન્દી)
૩) 'યુધ્ધ કેસરી'( મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર)
૪) 'સરનામા ઝિંદાદિલીનાં'(પ્રેરક વ્યક્તિત્વ)
૫)'અગ્નિજા'(ડૉક્યુ-નોવલ)
૬) ઇતિહાસ પાછળનો ઇતિહાસ
૭)લાઇફ IMપોસિબલ(ડૉક્યુ-નોવલગુજરતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૮) 'દાદલો’ (નવલકથા-દૈનિક અખબારમાં ધારાવાહિક પ્રાગટ્ય)
૯) 'બ્રેકિંગ ન્યુઝ'(નવલકથા- ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં)
(૧૦) ‘ગૉલ્ડ ફિશ'(નવલકથા- ગુજરાતી અને હિન્દી માં)
૧૧) '૧૦૧ સન્સ'( ગુજરાતનાં ગામ ચોરણીયાની ક્રાંતિકારી પહેલ પરથી પ્રેરિત અંગ્રેજી નવલકથા)
અને હવે...
૧૨) ગ્રેટ રોબરી