બાળકોમાં નિર્દોષતા, કુમારોમાં જીજ્ઞાસા અને ખમીર, યુવાનોમાં પ્રેમાળતા અને પ્રોઢમાં પરમતત્વ શોધી રહેલ આ ચિરંતન. ચિરંતન એટલે ચિરકાલીન, જુનું કે પ્રાચીન.
ભુજ,(કચ્છ),ગુજરાત ખાતે વડનગરા નાગર કુટુંબનો ઈશ્વર પ્રસાદ. બાળપણથી વહેતી થયેલી સાહિત્ય, સંગીત, કલા, ચિત્રકામ ની સરવાણી "ચિરંતન" ની...More
બાળકોમાં નિર્દોષતા, કુમારોમાં જીજ્ઞાસા અને ખમીર, યુવાનોમાં પ્રેમાળતા અને પ્રોઢમાં પરમતત્વ શોધી રહેલ આ ચિરંતન. ચિરંતન એટલે ચિરકાલીન, જુનું કે પ્રાચીન.
ભુજ,(કચ્છ),ગુજરાત ખાતે વડનગરા નાગર કુટુંબનો ઈશ્વર પ્રસાદ. બાળપણથી વહેતી થયેલી સાહિત્ય, સંગીત, કલા, ચિત્રકામ ની સરવાણી "ચિરંતન" ની ગળથુથીમાં પણ ફરી વળી હતી જે કુમારાવસ્થામાં ખીલી ઉઠી હતી .
જન્મ બાદ મલાડ, મુંબઈનો રહેવાસી થયો જ્યાં ૩૬વર્ષ સુધી અભ્યાસ અને કારકિર્દી ઘડાતી રહી.. શૈશવ કાળમાં જ પહેલી કવિતા “મન વિહીન કશું નવ થાય” સ્વતઃ સ્ફુરિત થઈ અને જન્મ લેતા જ કલમથી સિધ્ધિ “કચ્છમિત્ર“ દૈનિક સમાચારપત્રમાં કંડારાઈ ગઈ.આમ “પ્રાર્થક” ઉપનામથી પ્રાર્થનાના પહેલા શબ્દો સાહિત્ય આકાશમાં ગુંજી રહ્યા જે બાળવાર્તા સ્વરૂપે પછીથી “મુંબઈ સમાચાર” અને “જન્મભૂમિ પ્રવાસી” સાપ્તાહિક આકાશમાં ગુંજતા થયા.
ચેન્નાઈ કોલેજમાં શિક્ષણ દરમિયાન પૂજ્ય શ્રી ગુલાબદાસ બ્રોકર માનનીય સાહિત્યકારના સાનિધ્યમાં કવિ સંમેલનમાં કાવ્યનું પ્રથમ પાંદડું ઝુલ્યું. આમ ધીમે ધીમે સાહિત્યની સફર શરૂ થઈ.
મુંબઈ ખાતે અભ્યાસકાળ દરમિયાન નાના દરજ્જા એટલે “ઓડિટ ક્લાર્ક” થી કારકિર્દીની સેવા શરૂઆત કરતા માતા સરસ્વતીદેવીના આશીર્વાદ થકી અગાઉ જણાવેલ ઉપાધિઓ અને અનુભવના આધારે “કંપની સેક્રેટરી” તરીકે ખ્યાતનામ કંપનીઓમાં સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. પાંત્રીસ વર્ષ સુધી મુંબઈની સંઘર્ષમયિ જીવન કારકિર્દી રહી છતાં આ ચિરંતનની અંદર છુપાયેલ કવિ અને લેખકની ઉર્મિઓ વારંવાર ડોકિયાં કરતી અને લેખન પ્રવૃત્તિની ધારા વહી જ રહી હતી.
છત્રીસમાં વર્ષે એટલે ૧૯૯૫માં વડોદરાની સંસ્કારી નગરીનું તેડું આવ્યું જાણે કર્મક્ષેત્ર અહીં સ્વતઃ ભેટ આપવા માગતું હતું. મુંબઈના દોડધામના જીવનથી દૂર અહીં અથાગ પરિશ્રમ વચ્ચે પણ જીવનમાં કાવ્યો, લેખો, વાર્તાઓની રચનાઓને વેગ મળ્યો.સાહિત્યની દેવી માતા સરસ્વતીના આશીર્વાદથી જીવનમાં વધુ રચનાઓ સ્વતઃ સ્ફૂરર્તિ રહી .
છેલ્લા કેટલા સમયથી બાળકાવ્યો, બાળવાર્તાઓ, કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને લેખો લખવાની પ્રવૃત્તિ નોકરી સાથે વિસ્તરતી રહી છે.૧૯૯૭ થી ૨૦૦૨ દરમિયાન આકાશવાણી, વડોદરા રેડિયો સ્ટેશન પરથી અમૃતધારા (ટોક), વાર્તાલાપ પ્રસારિત થતા હતા. “ગ્રન્થગોષ્ઠી” અને “સિનિયર સિટીઝન્સ”ના પૂજ્ય વડિલોએ વિશેષ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમની સમક્ષ વાર્તાલાપ કરવાનો એક મંચ આપ્યો. જેનો આ અલ્પજ્ઞાની વિદ્યાર્થી સદા આભારી રહેશે.
ઈ.સ.૨૦૦૫માં બાળવાર્તાઓનો સંગ્રહ “રતન જતન”ના શીર્ષક હેઠળ બાળકો માટેનું પુસ્તક “ગુજરાત સાહિત્ય અકાદમી”ની આર્થિક સહાયથી પ્રસિદ્ધ કરેલ ,જેને વાંચકોનો અને ખાસ કરીને બાળકોનો ઉમદા પ્રતિસાદ મળ્યો હતો. લેખકની બાળ વાર્તાઓનો લાભ " બાળ ભાસ્કર " અને " ઝગમગ " સાપ્તાહિક માં પણ વાંચકોએ લીધો.
સાહિત્ય ક્ષેત્રમાં બીજું પગથીયું ચડતા આબાલવૃદ્ધ માટેના કાવ્ય સંગ્રહ “સમીપતા”ને હૃદય સમીપની અનુભૂતિ કરી વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાના ત્યાર પછીના પ્રયાસને પણ વાચકોએ અભિરુચિ દર્શાવી હતી.
ત્યારબાદ “ૐ પથિકાય નમઃ” નવલકથા દ્વારા જીવનપથ પર ચાલનારા પથિકના નિર્દોષ, નિખાલસ, શુદ્ધ અંતઃકરણ અને પ્રેમાળ વ્યક્તિત્વને લોક કલ્યાણના પુણ્ય કર્મોમાં કુદરત કેવી રીતે નિમિત્ત બનાવે છે તે નવલકથા રૂપે પ્રસિદ્ધ થઇ. માનનીય કાજલબેન ઓઝા (વૈદ્ય) એ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે ,લેખક એમનો સદા ઋણી છે. ઘણા વાંચકોએ આ નવલકથાને પ્રેમથી વાંચી અને વખાણી કોઈક વાંચેકોને આ નવલકથા દ્વારા જાણે ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો ભાષ થયો.
ત્યાર બાદ “તોરણ“ શીર્ષક હેઠળ લેખક ટૂંકી અર્થાત મધ્યમ વાર્તાઓને વાંચકગણએ પ્રેમપૂર્વક વધાવ્યો જે વાર્તાસંગ્રહમાં નવરસમાંથી શક્યત: સાહિત્યરસ પીરસવાની નિર્દોષ કોશિષ લેખકે કરી છે.
તદુપરાંત લેખકે હિન્દી કાવ્ય સંગ્રહ " શિખર " માં એટલા સરળ અને સહજ રસદાયક વિષયો ઉપર કાવ્ય રચનાઓ કરી કે લોકોના હૃદયમાં આ પુસ્તક એક અનોખું સ્થાન પામ્યું .
ગુજરાતી ટેલિવિઝનમાં ઘણી ગુજરાતી ટીવી સીરીઅલ્સમાં તેમ જ ગુજરાતી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો . "૧૭૬૦ સાસુમા" " કાન્હો બન્યો કોમન મેન " કલર્સ ગુજરાતી ટીવી ચેનલ પર પ્રસારિત થઇ હતી. "સાવધાન ઇન્ડિયા" હિન્દી ટીવી સીરીઅલમાં બે એપિસોડ્સ માં લીડ રોલ પણ કર્યો .અન્ય હિન્દી ટી વી સીરીઅલ્સ માં પણ અભિનય લેખકે ઉમદા રીતે નિભાવ્યો હતો. " હું...તું...તું .. આવી રમત ની ઋતુ " અને " સૌગંધ છે માં બાપના" ગુજરાતી ફિલ્મ્સ નોમિનેશન સુધી એવોર્ડ માટે પહોંચી હતી લેખકે પોતાની શોર્ટ ફિલ્મ્સ પણ બનાવી જે યુ ટ્યૂબમાં ઉપલબ્ધ છે . અમુક હિન્દી ફિલ્મ્સમાં પણ લેખક દ્રશ્યમાન પણ થયા .