ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા...More
ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ (નર્મદ યુગના મહાન કવિ) હતા અને એમની મૂળ અટક ત્રિવેદી હતી. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી.